દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષીતના પાર્થિવ દેહનું રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષીતના પાર્થિવ દેહના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા છે. આ દરમિયાન રાજનેતાઓની હાજરી રહી હતી. અંતિમ સંસ્કાર પહેલા તેમના પાર્થિવ દેહના દર્શન માટે કોંગ્રેસ ઓફિસ પર રાખવામાં આવ્યો હતો. સૌથી વધુ વખત દિલ્હીના મુખ્યમંત્રી રહેનારા શીલા દિક્ષીતનું શનિવારના રોજ નિધન થયું છે. લાંબા સમયથી તેઓ બીમાર હતા. જેથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.

READ  મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન બન્યા ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે, શપથ સમારોહમાં આ નેતાઓ રહ્યા હાજર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ શીલા દીક્ષિતની પ્રેમ કહાણી: પરીવાર રાજી હોવા છતાં આ વાતના લીધે શીલા દીક્ષિતને લગ્ન માટે 2 વર્ષ રાહ જોવી પડી હતી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

શીલા દિક્ષીત એક માત્ર કોંગ્રેસના એવા નેતા હતા જેમની સ્વચ્છ છબી અને રાજનીતિથી વિપક્ષના નેતાઓ પણ તેમના માટે આદર રાખતા હતા. કોંગ્રેસ સહિત વિપક્ષ પાર્ટીના દિગ્ગજ નેતાઓએ શીલા દિક્ષીતને શ્રદ્ધાંજલી આપી હતી. જેમાં સોનિયા ગાંધી, મનમોહન સિંહ, અહમદ પટેલ સહિત સુષમા સ્વરાજ, એલ.કે અડવાણી પણ તેમને શ્રદ્ધાંજલી આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

READ  અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ ટ્રેન મોડી પડી, દરેક મુસાફરને મળશે આટલું વળતર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્યારે આજે રાજકીય સન્માન સાથે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આ દરમિયાન પણ કોંગ્રેસ સહિત તમામ પાર્ટીના નેતાઓ હાજર રહ્યા હતા. શીલા દિક્ષીતના કાર્યોને આજે પણ દિલ્હીના લોકો યાદ કરે છે. માત્ર એટલુ જ નહીં પરંતુ કોંગ્રેસમાં પણ તેમનું સ્થાન કોઈ લઈ શકે તેવા નેતા ભાગ્યે જ હશે.

READ  નાગરિકતા કાયદા વિરુદ્ધ વિપક્ષી પાર્ટીનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળશે, શિવસેના નહીં આપે સાથે!

[yop_poll id=”1″]

FB Comments