ઈંગ્લેન્ડમાં ધવનનો ધમાકો, રેકોર્ડના મામલે આ દિગ્ગજ ખેલાડીઓને છોડ્યા પાછળ

શિખર ધવને ઈંગ્લેન્ડમાં સૌથી વધુ સદી ફટકારનારા ભારતીય બની ગયા છે. ધવને 95 બોલમાં તેમની 17મી સદી પુરી કરી છે. ધવને ઈંગ્લેન્ડમાં કુલ 4 સદી ફટકારી છે. બીજા નંબર પર સચિન તેંડુલકર અને રોહિત શર્મા છે. તેમને 3-3 સદી ફટકારી છે. ટીમ ઈન્ડિયાના ‘ગબ્બર’ શિખર ધવને ઓવલમાં તેમની આક્રમક સદીને લીધે ફોર્મમાં આવી ગયા છે.

શિખર ધવન ઈંગ્લેન્ડમાં વન-ડેમાં સૌથી વધુ સદી કરનારા બેટસમેન બની ગયા છે. શિખર ધવનની ઈંગ્લેન્ડમાં આ ચોથી સદી છે. ધવન વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયાની સામે સદી ફટકારનારા બીજા ભારતીય બેટસમેન બની ગયા છે. આની પહેલા 1999ના વિશ્વ કપમાં અજય જાડેજાએ ઓવલના મેદાન પર જ ઓસ્ટ્રેલિયાની સામે સદી ફટકારી હતી.

READ  EXCLUSIVE : 'એક થા ટાઇગર' : ગુજરાતમાં વાઘ પર લાગ્યું ગ્રહણ, 15 જ દિવસમાં મળ્યો વાઘનો મૃતદેહ, વીડિયો આવ્યો સામે

આ પણ વાંચો: ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રનથી હરાવ્યું, વિશ્વ કપમાં ભારતીય ટીમની સતત બીજી જીત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ICC ટૂર્નામેન્ટમાં ધવનની આ છઠ્ઠી સદી છે. આ મામલે ધવનની આગળ સચિન તેંડુલકર અને સૌરવ ગાંગૂલી છે. તેમને ICC ટૂર્નામેન્ટમાં 7-7 સદી ફટકારી છે. ભારત માટે રોહિત શર્મા અને ધવને સદીની ભાગીદારી કરી છે. આ જોડીએ ICCમાં સૌથી વધુ સદીની ભાગદારી કરવાના મામલે એડમ ગિલક્રિસ્ટ અને મૈથ્યૂ હેડનની બરાબરી કરી છે.

READ  વિશ્વ કપમાં આજે ટકરાશે ભારત અને અફગાનિસ્તાન, બંને ટીમો માટે છે આ સૌથી મોટો પડકાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ બંનેની જોડીના નામે 16 સદી ભાગીદારીમાં નોંધાઈ છે. જ્યારે સચિન અને ગાંગૂલી આ લિસ્ટમાં પ્રથમ ક્રમે છે એ જોડીએ 21 સદી ભાગીદારીમાં કરી છે.

 

Thakor community's all issues to be resolved : BJP's Kunvarji Bavaliya | Tv9GujaratiNews

FB Comments