વિશ્વ કપમાં વિરાટ સેનાને આગામી 5 મેચ રમ્યા વગર જ લાગ્યો સૌથી મોટો ઝટકો, 3 અઠવાડિયા માટે સૌથી મોટા મેચ વિનર બાહર

વિશ્વ કપ 2019માં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાની સામે શાનદાર સદી ફટકારનારા ઓપનર બેટસમેન શિખર ધવનને અંગુઠામાં ઈજા થવાના કારણે તેઓ 3 અઠવાડિયા સુધી ક્રિકેટ નહી રમી શકે.

શિખર ધવનને ડાબા હાથના અંગુઠા પર ઈજા થઈ છે. હવે ટીમ માટે મોટો પડકાર રહેશે કે રોહિત શર્માની સામે ઓપનિંગની જવાબાદારી કયા બેટસમેનને આપવામાં આવે જેનાથી ભારતીય ટીમનું સંયોજન પણ બગડે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન શિખર ધવનને ડાબા હાથના અંગુઠા પર ઈજા થઈ હતી. ધવનને ફાસ્ટ બોલર નાથન કુલ્ટર નાઈલની બોલથી ઈજા થઈ હતી તે છતાં દર્દ થવાની સાથે તે બેટિંગ કરી રહ્યાં હતા. ઈજા ગંભીર ન થાય એટલે ધવન ફિલ્ડિંગ માટે મેદાનમાં ઉતર્યા નહતા. તેમની જગ્યાએ રવીન્દ્ર જાડેજાએ ફિલ્ડિંગ કરી હતી.

આ પણ વાંચો: VIDEO: ગુજરાત તરફ “વાયુ” ગતિમાન થતાં સરકારમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે, શાળા પ્રવેશોત્સવ રદ થઈ શકે છે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ધવનની ઈજા એટલા માટે ભારતીય ટીમ માટે મોટો ઝટકો છે કારણ કે આ બેટસમેનનું ICC ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન રહે છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પણ તે મેન ઓફ ધ મેચ બન્યા હતા. ધવને તે મેચમાં 117 રન બનાવ્યા હતા અને ICC ટુર્નામેન્ટમાં આ ધવનની છઠ્ઠી સદી છે.

 

Monsoon 2019: Gujarat gets respite after heavy rainfall| TV9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

VIDEO: ગુજરાત તરફ “વાયુ” ગતિમાન થતાં સરકારમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે, શાળા પ્રવેશોત્સવ રદ થઈ શકે છે

Read Next

VIDEO: “વાયુ” વાવાઝોડાની વરસાદ પર આવી રીતે પડશે અસર, હવામાન વિભાગ દ્વારા કરાઈ આગાહી

WhatsApp પર સમાચાર