શિલ્પા શેટ્ટીએ સુરતમાં ફાફડા-જલેબી ખાધા, વીડિયો બનાવીને કરી આ વાત

21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે અને રવિવારના રોજ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સુરત આવી પહોંચી હતી. સુરતમાં આવીને શિલ્પા શેટ્ટીએ લોકોને યોગાસન તો કરાવ્યા જ હતા અને તેની સાથે ગુજરાતી વાનગીઓ પણ આરોગી હતી.

આ પણ વાંચો:  ગૌશાળા સંચાલકે ગૌવંશને બચાવવા માટે સિંહ સામે બાથ ભીડી, જુઓ VIDEO

યોગ દિવસને લઈને વિવિધ શહેરોમાં તૈયારી શરુ કરી દેવાઈ છે. સુરતમાં આશરે રવિવારના રોજ 3000 લોકોએ શિલ્પા શેટ્ટીની સાથે યોગ કર્યા હતા. શિલ્પા શેટ્ટીને બોલીવુડમાં ફિટ અભિનેત્રી ગણવામાં આવે છે. આમ રવિવારના રોજ શિલ્પા શેટ્ટીએ લોકોને યોગ કરાવ્યા હતા અને તેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

READ  બૉલિવૂડ સ્ટાર્સની ભવ્ય દિવાળી પાર્ટી, જુઓ ખાસ તસવીરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

શિલ્પા શેટ્ટી પોતાના જીમના વીડિયો પણ શેર કરે છે લોકોને ફિટનેસ વિશે સલાહ પણ આપે છે. સુરત શહેરમાં શિલ્પા શેટ્ટીની હાજરીમાં લોકોએ યોગાસન કર્યા હતા અને બાદમાં શિલ્પા શેટ્ટીએ ગુજરાતી ખાણીપીણીનો પણ સ્વાદ ચાખ્યો હતો. શિલ્પા શેટ્ટીએ ખાસ ગુજરાતી વાનગીમાં ફાફડી અને જલેબીનો લુત્ફ ઉઠાવ્યો હતો. આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પણ શેર કર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે અને તેમાં ભારત સહિત વિશ્વના ઘણાં દેશો યોગાસન કરશે. ભારતના વિવિધ શહેરોમાં આ બાબતે શિબિરો હાલથી જ શરુ કરી દેવાઈ છે અને તેમાં ખાસ સુરતમાં શિલ્પા શેટ્ટીના માર્ગદર્શન હેઠળ લોકોએ યોગાસન કર્યા હતા.

 

Top News Stories Of Gujarat : 13-10-2019 | Tv9GujaratiNews

FB Comments