MNS પ્રમુખ રાજ ઠાકરેનો દાવો…શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની ગઠબંધન સરકાર ચાલશે નહીં!

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ પોતાના જ ભાઇ પર પ્રહાર કર્યા. રાજે ભવિષ્યવાણી કરી અને કહ્યું કે, મહાવિકાસ આઘાડીની સરકાર વધારે દિવસ નહીં ચાલે. CAAના વિરોધમાં જે પ્રમાણે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં હિંસા થઇ તેને લઇને પણ રાજ ઠાકરેએ પ્રહારો કર્યા. તેમણે કહ્યુ કે, હવે આઘાડી સરકારની મોટી પરીક્ષા છે. કારણ કે, હિંસા ભડકાવનારો સામે કાર્યવાહી જરૂરી છે. એટલું જ નહિં તેમણે દાવો પણ કર્યો કે, આ જે સરકાર બની છે તે વધારે દિવસ નહીં ચાલે.

READ  તો શું મહારાષ્ટ્રમાં મનસે ભાજપનું ગઠબંધન થશે? જાણો દેવેન્દ્ર ફડણવીસનો જવાબ

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં આવતીકાલે મુખ્યપ્રધાનની હાજરીમાં કમલમ્ ખાતે CAA અને NRC મુદ્દે અગત્યની બેઠક

તો રાજે ઉદ્ધવ ઠાકરે પર આડકતરી રીતે પ્રહારો કરતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં જે રાજકીય ઘટના બની તે મતદારોનું અપમાન છે. કારણ કે, કોણે કોને મત આપ્યા, અને સરકાર કોની સાથે બનાવી? આ વાત જનતા સમજી ગઇ છે. એટલું જ નહિં તેમણે પક્ષપલટું નેતાઓ પર પણ પ્રહારો કર્યા. તેમણે કહ્યુ કે, જેણે પણ પક્ષ પલટો કર્યો છે તેમને જનતાએ પાઠ ભણાવ્યો. અને આ જરૂરી પણ હતુ. કારણ કે, આ નેતાઓ મતદારોને મૂર્ખ સમજે છે.

READ  અમૂલ આવ્યું આગળ, જમ્મુ-કાશ્મીરમાં ડેરી ઉદ્યોગમાં રોકાણ કરીને સ્થાનિકોને આપશે રોજગારી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments