શિવસેનાના મુખપત્ર ‘સામના’ની જવાબદારી એક મહિલાના શિરે, વાંચો વિગત

shiv-sena-mouthpiece-saamana-gets-first-female-editor-uddhav-entrusted-to-wife-rashmi-thackeray

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા બાદ શિવસેનાના અધ્યક્ષ ઉદ્ઘવ ઠાકરેએ પાર્ટીના મુખપત્ર સામનાના તંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું. આ બાદ તે જવાબદારી તેમની પત્ની રશ્મિ ઠાકરેને આપવામાં આવી છે. હવે રશ્મિ ઠાકરે મુખપત્ર સામનાનું તંત્રીપદ સંભાળશે. ઉપરાંત એક ઈતિહાસ એવો પણ રચાયો છે કે સામના મુખપત્રમાં તંત્રી તરીકે કોઈ મહિલાને પ્રથમવાર જવાબદારી સોંપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આખરે ચૂંટણી પહેલાં ભાજપે પોતાના સૌથી જૂના સાથીદારને મનાવી લીધું, ભાજપ અને શિવસેના 'હમ સાથ સાથ હૈ'

maharashtra-first-cabinet-meeting-uddhav-thackeray-government

આ પણ વાંચો :   દિલ્હી હિંસા મામલે કોંગ્રેસ આક્રમક, સંસદમાં વિરોધ સાથે માગશે અમિત શાહનું રાજીનામું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહારાષ્ટ્રમાં શિવસેનાએ ભાજપની સાથે નાતો તોડીને કોંગ્રેસ અને એનસીપીની સાથે સરકાર બનાવી છે. સામના સતત લખતું આવે છે અને તેઓ ખાસ કરીને ભાજપની નીતિઓ પર સતત નિશાન તાકી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેના સીએમ બન્યા બાદ તેઓની પાસે વધારે જવાબદારી હોવાથી સામનાનું તંત્રીપદ તેમની પત્ની રશ્મિને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

READ  ચૂંટણીને લઈને તંત્ર સતર્ક, વાપીમાંથી 26 લાખની રોકડ રકમ સાથે યુવાનની અટકાયત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉદ્ધવ ઠાકરેએ વર્ષ 2012થી સામનાનું તંત્રીપદ સંભાળ્યું હતું અને તેઓને આ જવાબદારી પોતાના પિતાના દેહાંત બાદ મળી હતી. જો કે તેઓએ 28 નવેમ્બર, 2019ના રોજ સીએમ પદના શપથ લીધા પહેલાં જ રાજીનામું આપી દીધું હતું. સામનામાં શિવસેના તમામ રાજકારણના મુદાઓ પર લખે છે અને તે હિંદી-મરાઠી ભાષામાં બહાર પડે છે.

READ  17 જાન્યુઆરીનું રાશિ ફળ : વૃષભ રાશિમાં આવ્યો ચંદ્ર, જાણો કઈ રાશિઓના લોકોને ‘Girl Friend’થી મળશે ફાયદો

 

Oops, something went wrong.
FB Comments