આ કારણે મુંબઈમાં લોટરીમાં જીતેલા 5.8 કરોડનો ફલેટ લેવાની યુવકે ના પાડી દીધી

મુંબઈ જેવા મોટા શહેરમાં જ્યાં લોકોને રહેવા માટે ઘર નથી મળતું ત્યારે એક વ્યક્તિએ લોટરીમાં જીતેલા 5.8 કરોડનો ફ્લેટ પાછો આપી દીધો છે.

મહારાષ્ટ્રમાં શિવસેનાના કાર્યકર્તા વિનોદ શિર્કેએ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની લોટરીમાં 2 ફ્લેટ જીત્યા હતા. તેમાંથી એક ફ્લેટ 4.99 કરોડ અને બીજો ફલેટ 5.08 કરોડ રૂપિયાનો હતો. મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીએ અત્યાર સુધી સૌથી મોંઘા ફલેટ 5.08 કરોડ રૂપિયામાં વેચ્યો હતો. જેને વિનોદ શિર્કેએ પાછો આપ્યો છે.

 

મુંબઈ શહેરમાં આટલો મોંઘા ફલેટને પાછુ આપવાનું કારણ તમને હેરાન કરી દેશે. વિનોદ શિર્કેએ આ ફલેટને એટલા માટે પાછો આપ્યો કારણ કે ફલેટ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સારો ન હતો. તેમને વાસ્તુ સલાહકારના કહેવાથી આ ફલેટને પાછો આપવાનો નિર્ણય કર્યો. વિનોદ શિર્કેએ કહ્યું કે મેં એક જ બિલ્ડિંગમાં 2 ફલેટ જીત્યા પણ તેમના વાસ્તુ સલાહકારની સલાહ બાદ વિનોદ શિર્કેએ નિર્ણય લીધો કે હું 5.08 કરોડ રૂપિયા વાળો ફલેટ નહીં લઉં. તેમને કહ્યું કે મારા વાસ્તુ સલાહકારે મારી રાજનીતિ અને સામાજીક જીવનમાં સારી જીંદગી જીવવા માટે ફલેટમાં થોડા જરૂરી ફેરફાર કરવાની સલાહ આપી છે.

મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના એક અધિકારીએ કહ્યું કે વિનોદ શિર્કેએ વિભાગને પોતાના નિર્ણય અંગેની સુચના આપી છે અને હવે પ્રક્રિયા મુજબ વેઈટિંગ લિસ્ટમાં આવનારા લોકોને ફલેટ આપવામાં આવશે.

Top News Headlines From Ahmedabad : 25-06-2019 | Tv9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

અખિલેશ યાદવને પોતાના ઘરમાં ચૂંટણી કાર્યાલય બનાવવાની ઓફર આપનાર ભાજપના નેતા 6 વર્ષ માટે સસ્પેન્ડ

Read Next

માતા અને દીકરીએ એકસાથે ફ્લાઈટ ઉડાવી, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તસવીર

WhatsApp પર સમાચાર