શું છે NMC બિલ, જેના કારણે ડૉકટરો દેશભરમાં હડતાળ પર ઉતરી ગયા છે

નેશનલ મેડિકલ કમિશન બિલ (NMC)ના વિરોધમાં દિલ્હી સહિત દેશભરના તમામ ડૉક્ટર હડતાળ પર છે. આ બિલની ઘણી જોગવાઈને લઈને ડૉક્ટરોના સંગઠનોએ વિરોધ કર્યો હતો. આ બિલને હવે રાજ્યસભામાં પણ મંજૂરી મળી ગઈ છે. ડૉક્ટરોનું કહેવુ છે કે NMC બિલ રાષ્ટ્રવિરોધી, સ્વાસ્થ્ય વિરોધી અને ગરીબ વિરોધી છે. તેનાથી સ્વાસ્થ્ય વ્યવસ્થા તુટી જશે.

જાણો શું છે NMC બિલ જેને લઈને હડતાલ પર છે દેશભરના ડૉક્ટર

મોદી સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન વર્ષ 2018માં નેશનલ મેડિકલ કમિશન બિલને તાત્કાલીક સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડાએ લોકસભામાં મુક્યુ હતું. જેને હવે રાજ્યસભામાં પાસ કરી દેવામાં આવ્યું છે. ભારતમાં અત્યાર સુધી મેડિકલ શિક્ષણ, મેડિકલ સંસ્થાઓ અને ડૉક્ટરોના રજીસ્ટ્રેશનથી સંબધિત કામ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની જવાબદારી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હવે જો આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી જશે તો નેશનલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ખત્મ થઈ જશે અને તેની જગ્યા NMC લઈ લેશે. NMC એક 25 સભ્યોનું સંગઠન હશે, જેમાં એક અધ્યક્ષ, એક સચિવ, 8 પૂર્વ અધિકારી અને 10 પાર્ટ ટાઇમ મેમ્બર સામેલ હશે. આ આયોગ સ્નાતક અને અનુસ્નાતક તબીબી શિક્ષણ જોશે.

તે સિવાય આ આયોગ તબીબી સંસ્થાઓની માન્યતા અને ડૉક્ટરોના રજીસ્ટ્રેશનની વ્યવસ્થા પણ જોશે. NMCના અધ્યક્ષની નિમણુક સરકાર દ્વારા કરવામાં આવશે. જ્યારે સભ્યોની નિમણુક એક સર્ચ કમિટી દ્વારા કરવામાં આવશે. જેની અધ્યક્ષતા કેબિનેટ સચિવ કરશે. પહેલા આ પ્રક્રિયા એક ચૂંટણી દ્વારા પૂરી કરવામાં આવતી હતી.

READ  યુવરાજ સિંહ કોચ બનશે? જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

NMC બિલમાં આ જોગવાઈઓ છે

1. મેડિકલ એડવાઈઝરી કાઉન્સિલની રચના

કેન્દ્ર સરકાર આ બિલમાં એક કાઉન્સિલની રચના કરશે, જ્યાં રાજ્ય મેડિકલ શિક્ષણ અને ટ્રેનિંગ વિશેની તેમની સમસ્યાઓ અને સલાહોને દાખલ કરાવી શકશે. ત્યારબાદ આ કાઉન્સિલ NMCને મેડિકલ શિક્ષણથી સંબંધિત સલાહ આપશે.

2. મેડિકલ સંસ્થાઓની ફી

NMC દેશભરમાં બધી જ ખાનગી મેડિકલ સંસ્થાઓમાં 40 ટકા સીટની ફી નક્કી કરશે. જ્યારે બાકીની 60 ટકા સીટોની ફી ખાનગી સંસ્થાઓ જાતે નક્કી કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

3. બ્રિજ કોર્સ

આ બિલની કલમ 49 મુજબ એક બ્રિજ કોર્સ કરીને આયુર્વેદ, હોમિયોપેથીના ડૉક્ટર પણ એલોપેથી સારવાર કરવા માટે યોગ્ય થઈ જશે.

4. MCIના કર્મચારીઓની સેવાઓ થશે ખત્મ

NMCની કલમ 58 મુજબ આ કાયદો લાગૂ થતા જ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સાથે તેમના અધિકારીઓ અને કર્મચારીઓની સેવાઓ ખત્મ થઈ જશે, તેના અવેજમાં તેમને 3 મહિનાનો પગાર અને ભથ્થા મળશે.

READ  શા માટે દવાના પેકીંગ પર હોય છે 'લાલ પટ્ટી'? જાણો સંપૂર્ણ સત્ય! જુઓ VIDEO

5. મેડિકલની થશે એક પરીક્ષા

નવું બિલ પાસ થતા જ દેશની બધી જ મેડિકલ કોલેજોમાં એડમિશન માટે માત્ર એક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાનું નામ નેશનલ એલિજિબિલિટી એન્ટ્રસ ટેસ્ટ હશે.

6. મેડિકલ રિસર્ચમાં વધારો

આ બિલમાં મેડિકલ રિસર્ચને વધારવાની જોગવાઈ છે. સ્નાતક અને અનુસ્નાતક સ્તર પર ડૉક્ટરોને નિપુણ બનાવવા માટે મેડિકલ રિસર્ચમાં વધારો કરવામાં આવશે.

[yop_poll id=”1″]

 

ડૉકટરો કેમ કરી રહ્યા છે વિરોધ

ડૉક્ટરોનું કહેવું છે કે આ બિલને લઈને ડૉકટરોના કોઈ પણ સંગઠન સાથે વાતચીત કરવામાં આવી નથી. પહેલા તબીબી સંસ્થાઓની માન્યતા અને ડૉકટરોના રજીસ્ટ્રેશનનું કામ 112 લોકોની ટીમ કરતી હતી. હવે તેનો નિર્ણય માત્ર સરકાર દ્વારા નિમણુક કરેલા 3 લોકો કરશે. NMCમાં ડૉક્ટરોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યુ નથી.

ડૉક્ટરોનું કહેવું છે કે જો કોઈ આયુર્વેદના ડૉકટર એલોપેથીની દવા કરવા લાગશે તો તે બીજી વખત આયુર્વેદમાં જશે તે મુશ્કેલ છે. તેનાથી દેશમાં આયુર્વેદની સારવાર પર જોખમ આવશે. આયુર્વેદ અને હોમિયોપેથીના ડૉકટરો બ્રિજ કોર્સ કરીને એલોપેથી સારવારની પરવાનગી આપવી યોગ્ય નથી. તેનાથી દર્દીઓનું સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થઈ શકે છે.

આ પણ વાંચો: અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મધ્યસ્થી કમિટી પોતાના કાર્યમાં નિષ્ફળ સાબીત, આ તારીખથી સુનાવણી શરૂ થશે

ત્યારે ડૉક્ટરોએ આરોપ લગાવ્યો છે કે આ બિલથી મેડિકલ શિક્ષણ આપતી સંસ્થાઓને ફી નક્કી કરવામાં છુટ મળી જશે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના 100થી વધારે કર્મચારી બેરોજગાર થઈ જશે, જેના માટે રોજગાર માટે સરકાર કઈ કરશે નહી.

READ  'ઘર બનાવવા માટે પાકિસ્તાની સિમેન્ટ વગર ચલાવી લઈશું', ભારતીય વેપારીઓએ પાક.ને આપ્યો ખરેખરનો આર્થિક આંચકો

ઈન્ડિયન મેડિકલ એશોસિએશને આ બિલનો વિરોધ કરવાનું કારણ આપતા કહ્યું કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની રચના 1956માં આધુનિક તબીબી સેવાને રજીસ્ટર કરવા અને દિશાનિર્દેશ કરવા માટે કરવામાં આવી હતી. તે સિવાય આ તબીબી શિક્ષણની ગુણવતાને પણ જોવે છે. આ બિલથી મેડિકલ કોલેજોમાં મેડીકલ શિક્ષણ મોંઘુ થઈ જશે.

જ્યારે આ બિલની કલમ 32 મુજબ લગભગ 3.5 લાખ બિન-તબીબી શિક્ષણ ધરાવતા લોકોને એલોપેથીમાં સારવાર કરવાનું લાઈસન્સ મળશે. તેનાથી દર્દીઓને જોખમ થઈ શકે છે. IMAએ કહ્યું કે કમ્યુનિટી હેલ્થ પ્રોવાઈડર શબ્દને યોગ્ય રીતે પરિભાષિત કરવામાં આવ્યો નથી. જેનાથી નર્સ, ફાર્માસિસ્ટ અને પેરામેડિક્સ આધુનિક દવાઓની સાથે પ્રેક્ટિસ કરી શકશે. તે સિવાય ખાનગી મેડિકલ કોલેજ 60 ટકા સીટોને પોતાના ભાવે વેચવા લાગશે.

 

Ahmedabad: NRI finds Rs 30 lakh jewellery missing from bank locker|TV9News

FB Comments