PUBG આજકાલ દુનિયાભરની પોપ્યુલર મોબાઈલ ગેમ બની ગઈ છે. દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકો PUBG ગેમના દિવાના છે. PUBGની ટેવ એવી તો પડી જાય છે લોકો કંઈ પણ વિચાર્યા વિના બસ આ ગેમ જ રમ્યા કરે છે.
હવે તો એવી હાલત થઈ ગઈ છે કે જમ્મૂના એક ફિટનેસ ટ્રેઈનરે 10 દિવસ સુીધી પબજી રમ્યા બાદ પોતાનું માનસિક સંતુલન ખોઈ બેઠો. આ ફિટનેસ ટ્રેઈનર સળંગ 10 દિવસ પબજી ગેમ રમતો રહ્યો. આખરે તેની આ લતના કારણે ટ્રેઈનરે હોસ્પિટલ ભેગા થવું પડ્યું. UNIના એક રિપોર્ટ પ્રમાણે આ કંઈ પહેલો કિસ્સો નથી, આવા પહેલા પણ 6 કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.
એક જાણકારી પ્રમાણે ફિટનેસ ટ્રેઈનરે 10 દિવસ સુધી પબજી મોબાઈલ ગે રમ્યો. 10 દિવસમાં મિશન પૂરું કર્યા બાદ માનસિક સ્થિતિમાં ગરબડ થઈ ગઈ અને તે પોતાને જ નુક્સાન પહોંચાડવા લાગ્યો. આખરે ટ્રેનરને હોસ્પિટલમાં ભરતી કરવો પડ્યો.

આ પણ વાંચો: VIRAL કેટલું રીઅલ ? શું તમે જાહેરમાં PUBG રમશો તો પોલીસ તમારો મોબાઈલ જપ્ત કરી લેશે ?
UNIના રિપોર્ટ પ્રમાણે ડૉક્ટરે કહ્યું કે દર્દીની હાલત આ સમયે અસ્થિર છે અને તે આંશિક રૂપે માનસિક સંતુલન ગુમાવી ચૂક્યો છે. ડૉક્ટરનું એમ પણ કહેવું છે કે જોકે દર્દી હાલ લોકોને ઓળખી રહ્યો છે પણ તેના મગજ પર ગેમની આફ્ટર ઈફેક્ટ્સની અસર હજી પણ છે. જમ્મૂના સ્થાનીય લોકોએ રાજ્યપાલ સત્યપાલ મલિકને અપીલ કરી છે કે આ ગેમ પર બેન મૂકવામાં આવે.
જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
Hits: 2539
Comments are closed, but trackbacks and pingbacks are open.