દિવાળીના તહેવાર પહેલાં જ કરો ચાંદીની ખરીદી! વધી શકે છે ભાવ..

Business, Financial, Bank Silver Reserves Concept. Stack of Silver Bars in the Bank Vault Abstract Background

દિવાળીની ઉજવણી ખરીદી વગર શક્ય જ નથી. દિવાળીમાં ચારે બાજુ ખરીદીનો માહોલ હોય, રંગબેરંગી ઝળહળાટ હોય તેમાં આપોઆપ બધા જ લોકો ખરીદીના મૂડમાં આવી જાય છે. દિવાળીના તહેવાર શરૂ થતા જ સોનાની સાથે ચાંદીની માંગમાં પણ વધારો થાય છે. ખાસ કરીને લોકો દિવાળી પર સોના-ચાંદીની ખરીદીને શુભ માને છે અને તેથી જ સોના-ચાંદીની માંગ વધતા ભાવમાં પણ વધારો જોવા મળે છે.

READ  VIDEO: સુરતમાં કીમ રેલ્વે સ્ટેશન પાસે એક પોલીસ કોન્સ્ટેબલ બે મહિલાઓ માટે દેવદૂત બન્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હાલ બજારમાં ચાંદીનો ભાવ રૂ.47,500 પ્રતિ કી.ગ્રા. છે. ગત વર્ષે ચાંદીનો ભાવ રૂ.34,800 હતો એટલે કે ગત વર્ષ કરતા આ વર્ષે ચાંદીના ભાવમાં 24% જેટલો વધારો થયો છે. જો તમે તહેવાર પર ચાંદી ન ખરીદી અત્યારે ચાંદી ખરીદવાનું વિચારી રહયા હોય તો તમને ફાયદો થઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ કૌટુંબિક મિલકતની બાબતમાં સાવધાનીપૂર્વક કામ લેવું

જો છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. વર્ષ 2009 માં ચાંદીનો ભાવ રૂ.22,165 પ્રતિ કી.ગ્રા. હતો જે આજે રૂ.47,500 છે એટલે કે લગભગ 2 ગણો વધી ગયો છે. સોના-ચાંદીની ખરીદી દિવાળી પર માત્ર શુકન માટે જ નહીં પરંતુ તમે એક રોકાણના વિકલ્પ તરીકે પણ કરી શકો છો જે ભવિષ્યમાં તમને સારૂ વળતર આપી શકે છે.

READ  અમદાવાદ/ લાંભા વોર્ડમાં વરસાદના લીધે રોડ બેસી ગયો, કાર સહિતના વાહનો ફસાયા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Top 9 News From Gujarat: 21/1/2020| TV9News

FB Comments