ગુજરાતનું આ એક એવુ ગામ જ્યાં લગ્ન તો યુવકના હોય છે પણ કન્યા તમામ વિધિ પોતાની નણંદ સાથે પૂરી કરે છે

ગુજરાતમાં વિવિધ પ્રકારના લોકો વસે છે ત્યારે ધણી બધી સાંસ્કૃતિક વિવિધતા પણ જોવા મળે છે. ગુજરાતમાં આવેલા ત્રણ આદિવાસી ગામમાં રહેતા આદિવાસી લોકોમાં અનોખો રિવાજ છે. આ આદિવાસી પરિવારોના લગ્ન પ્રસંગમાં એક રિવાજ પ્રમાણે વરરાજા વગર જ આખો લગ્ન પ્રસંગ પુર્ણ કરવામાં આવે છે. આદિવાસી સમાજના રિવાજો આજે પણ ૩૦૦થી વધારે વર્ષ જુના છે.જે રિવાજ પાછળ તેમની જુદી જ માન્યતા છે.

આ પણ વાંચો: વિવેક ઓબરોયની ફિલ્મ PM Narendra Modiએ 2 દિવસમાં Box Office પર કરી આટલી કમાણી

છોટાઉદેપુર જિલ્લામાં આવેલા આ ત્રણ ગામના નામ છે સુરખેડા, સનાડા અને અંબાલા છે. અહીંયા લગ્ન વખતે ઘરની અપરણીત બહેન કે કોઈ યુવતી વરરાજાની જગ્યાએ લગ્નના દરેક રિવાજ નીભાવે છે. વરરાજા પોતાના માતા સાથે ઘરે જ રહે છે અને તેની બહેન જાન જોડીને લગ્ન કરવા માટે જાય છે. વરરાજાની બહેન દુલ્હનનાં ઘરે જઈને તેની સાથે લગ્ન કરીને દુલ્હનને ઘરે લઈને આવે છે.

READ  નર્મદા ડેમનાં 5 દરવાજા ખોલાયા, ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં ખોલાયા દરવાજા, જુઓ VIDEO

સુરખેડા ગામના વડીલોનું કહેવું છે કે ” જે પણ રિવાજો એક વરરાજા અને દુલ્હન સાથે કરવાના હોય છે તે તમામ રિવાજો તેની બહેન કરે છે. તે પોતાના ભાઈની જગ્યા પર દુલ્હન સાથે મંગળ ફેરા પણ ફરે છે. એવુ માનવામાં આવે છે કે જો અમે આ રિવાજનુ પાલન નહીં કરીએ તો અશુભ ઘટના થશે અને નુકશાન થશે”

લગ્ન દરમિયાન વરરાજાને સાફો અને શેરવાની સાથે તૈયાર કરવામાં આવે છે. પરંપરા અનુસાર હાથમાં તલવાર પણ રાખવામાં આવે છે પરંતુ તે જાનમાં સાથે નથી જઈ શકતો અને ઘરે રહેવાનું હોઈ છે. અહીંયાના પંડિતો કહે છે કે આ આદિવાસી સંસ્કૃતિની પરંપરા અને રિવાજોની અનોખી ઝાંખી છે.

READ  સુરતમાં હિટ એન્ડ રનનો બનાવ, પૂરપાટ ઝડપે જતી કારે મહિલાને લીધી અડફેટે, જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments