જૂનાગઢ વિસાવદરના લાલપુર ગામ અને દાહોદના કાળીમોવડી નજીક અકસ્માતમાં કુલ 9 લોકોના મોત

Six dead after the bus they were travelling in met with an accident in Junagarh, earlier today Dahod: 3 killed in accident on Limdi highway

જૂનાગઢ જિલ્લાનાં વિસાવદરના લાલપુર ગામ પાસે ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, ઘટના સ્થળે જ 6 લોકોનાં મોત નિપજ્યા હતા અને 25 લોકો ઘાયલ થયા હતા. જૂનાગઢથી વિસાવદર જતી ખાનગી બસ પર ચાલકે કાબૂ ગુમાવતા બસ પલટી મારી ગઇ હતી. વિસાવદરનાં લાલપુરનાં શિવતળી પાસે ગોઝારો અકસ્માત થયો હતો. ઘાયલોમાં ઘણા લોકોએ દાવો કર્યો છે કે ડ્રાઇવર દારૂ પી ગયો હતો અને બેફામ સ્પીડથી બસ હંકારી રહ્યો હતો. આ અકસ્માતમાં બસ ડ્રાઇવર પણ મૃત્યુ પામ્યો છે.

READ  VIDEO: ડેન્ગ્યુનો કહેર યથાવત, દાહોદમાં 11 દિવસમાં 24 લોકો ડેન્ગ્યુના ભરડામાં

આ પણ વાંચોઃ ભારતીય બાળકોને દત્તક લેવાનો વધ્યો ક્રેઝઃ અમેરિકન દંપતીએ કિશનને દત્તક લેવા 2 વર્ષનો કર્યો ઈન્તઝાર

તો બીજી તરફ દાહોદના કાળીમોવડી લીમડી હાઈ-વે પર અકસ્માત સર્જાયો છે. ટ્રક, મોટરસાયકલ અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 3ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. એક જ પરિવારના 3 ભાઇઓના મોત થયા છે.

READ  CAનું ભણેલી ધ્વનિ શાહ લેશે દીક્ષા, મોડાસામાં નીકળી વર્સીદાન શોભાયાત્રા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments