છઠ્ઠા તબક્કાની કુલ 59 સીટ પર આજે પ્રચાર થશે બંધ, આ દિગ્ગજોની પ્રતિષ્ઠા છે દાવ પર

આજે છઠ્ઠા તબક્કાનો ચૂંટણી પ્રચાર સાંજે 5 વાગ્યે બંધ થશે. આ તબક્કામાં 12 મેના રોજ 59 સીટો પર મતદાન થવાનું છે.

આ તબક્કામાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, મોદી સરકારના મંત્રી રાધા મોહન સિંહ, ભાજપ નેતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, ક્રિકેટર ગૌતમ ગંભીર સહિત ઘણાં દિગ્ગજોની કિસ્મત દાવ પર છે.

 

READ  જાણો ટ્વીટર પર વર્ષ 2019માં સૌથી વધારે શું ટ્રેન્ડ થયું, ટ્વીટર ઈન્ડિયાએ આપ્યો અહેવાલ

છઠ્ઠા તબક્કાની ઘણી સીટો પર ચૂંટણી રોચક છે. આજમગઢમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની સામે ભાજપના દિનેશ લાલ યાદવ લડવાના છે. ત્યારે ભોપાલમાં દિગવિજય સિંહની સામે ભાજપના સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, ગુનાથી જ્યોતિરાદિત્ય સિંધિયાની સામે ભાજપના ડો.કેપી યાદવ, ઉત્તર પૂર્વ દિલ્હી સીટથી શીલા દિક્ષીતની સામે ભાજપના મનોજ તિવારીને મેદાનમાં ઉતાર્યા છે.

READ  કોરોના વાઈરસ: દુનિયાભરમાં 5,96,700 લોકો સંક્રમિત, 27,352થી વધુ લોકોના મોત

આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર જ લડાશે આગામી લોકસભા ચૂંટણી?

છઠ્ઠા તબક્કામાં કુલ 7 રાજયોમાં કુલ 59 સીટો પર ચૂંટણી થવાની છે. તેમાં બિહારની 8 સીટ, હરિયાણાની 10 સીટ, ઝારખંડની 4 સીટ, ઉત્તરપ્રદેશની 14 સીટ, મધ્યપ્રદેશની 8 સીટ, પશ્ચિમ બંગાળની 8 સીટ અને દિલ્હીની બધી જ સીટ પર ચૂંટણી થશે.

 

Oops, something went wrong.
FB Comments