અંદમાનના સેન્ટિનેલ ટાપુ પર મરનારને નવી દુનિચા શોધવાનું નહીં પરંતુ મિશનરીનું પાગલપન સવાર હતું અમેરિકન જોન ચાઉ પર

John _Tv9

John _Tv9

થોડાં સમય પહેલાં અદમાનના ટાપુ પર ઉત્તર સેન્ટિનેલ ટાપુ પર અમેરિકન નાગરિકની હત્યા અને તેના મૃત્ય પર હવે નવા તર્ક સામે આવી રહ્યા છે. જેના પર અત્યાર સુધી એવું માનવામાં આવી રહ્યું છે કે, જોન ચાઉ નવા નવા સ્થાનો શોધવા માટેનો શોખીન હતો. પરંતુ હવે નવી માહિતી અનુસાર, તેણે બાળપણથી જ મિશનરીની તેને ધૂન સવાર થઇ હતી. અને ભારતના આદિવાસી લોકોનું ધર્મ પરિવર્તન કરવા માટે આગળ વધી રહ્યો હતો.

શું થયો નવો ખુલાસો? 

આ માટે ચાઉ નવા સ્થાનો પર જતો હતો અને ત્યાંના આદિવાસી અને દુનિયાના છેડાંથી દૂરના લોકો સુધી ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટે ત્યાં પહોંચતો હતો. તેમની મદદ કરવાના બહાને તેમને ખ્રિસ્તી ધર્મ તરફ વાળી લેતો હતો. જેના માટે એક ગુપ્ત મિશન પર કામ કરતો હોય તે રીતે કામ કરતો હતો. જેનો ખુલાસો ખુદ તેના નજીકના ગુરૂ દ્વારા જ કરવામાં આવ્યો છે.

American John Chau
અમેરિકાન જોનની ભારતના અંદમાન ટાપુ પર થઇ હતી હત્યા

આ મિશનના હેતુથી જ આ મહિને જોન ભારતના અંદમાન ટાપુના ઉત્તર સેન્ટિનેલ ટાપુ પર તેને પ્રવેશ મેળવ્યો હતો. જ્યાં તેની હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના પછી ભારત અને અમેરિકા વચ્ચે નવા વિવાદ શરૂ થઇ રહ્યો છે. જેના માટે U.S કોમ્યુનિટી દ્વારા તેને શહીદ હોવાની વાત કરવામાં આવી રહી છે. જેના પર ભારતીય તપાસ ટીમ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતનો આ પ્રતિબંધિત વિસ્તાર છે.

આ પણ વાંચો અંદમાન : આદિવાસીઓને મળવા પહોંચેલા અમેરિકાના નાગરિક સાથે જે થયું તે જાણીને તમે રહી જશો દંગ

હાલ જોનના મૃતદેહ મેળવવા માટેની કવાયત ચાલી રહી છે. જેના કારણે મુશ્કેલીઓ વધી રહી છે. અત્રે નોંધનીય છે કે આ ટાપુ પર જવા માટે પહેલાંથી જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યું છે. જેના પર જોનના પહોંચવાથી જ ભારત સરકારે સવાલ ઉઠાવ્યો છે.

Sintenelese_ Tv9 News
સેન્ટિનેલિસ સમુદાય તીરથી હુમલો

આ એક એવો ઉત્તર સેન્ટિનેલ ટાપુ પર બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ હતો. આ વર્ષે એક મોટું પગલું ઉઠાવતા સરકારે સંઘ શાસિત વિસ્તારોમાં આ ટાપુ સહિત 28 ટાપુને 31 ડિસેમ્બર 2022 સુધી પ્રતિબંધિત ક્ષેત્ર આજ્ઞાપત્ર (આરએપી)ની સૂચિમાંથી બહાર કરી દીધા હતાં. આરએપીને હટાવવાનો અર્થ એ થયો કે વિદેશી લોકો સરકારની મંજૂરી વગર આ ટાપુઓ પર જઈ શકશે.

[yop_poll id=”69″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Rajkot: District milk producers union increases price of milk by Rs 20 per fat kg| TV9News

FB Comments

TV9 Web Desk6

Read Previous

ગોવિંદાના ગીત પર પાકિસ્તાન પોલીસ અધિકારીએ લગાવ્યા મહિલા સાથે ઠુમકા, કરાયા સસ્પેન્ડ

Read Next

પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નની વિધિ આજથી શરૂ, સ્ટાર્સ પહોંચ્યા જોધપુર

WhatsApp પર સમાચાર