સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 9 કલાક સુધી રહ્યું ડાઉન, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે ટ્વિટ કરીને યુઝર્સ માટે દુખ વ્યક્ત કર્યુ

ગઈ કાલે રાત્રે સોશિયલ મીડિયાના સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ Facebook, WhatsApp અને Instagram પર અચાનક ટેકનીક્લ કારણોસર સોશિયલ મીડિયા થોડા કલાકો માટે ધીમા પડી ગયા હતા. ગઈકાલ રાત્રે 8.30 વાગ્યાથી આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોને વીડિયો અને ફોટો મોકલવામાં મુશ્કેલી પડી રહી હતી.

પહેલા તો લોકોને ઈન્ટરનેટ સ્લો પડવાની સમસ્યા લાગી, ઘણા લોકોએ તેમના ફોનને રિસ્ટાર્ટ કર્યો પણ મુશ્કેલી દુર થઈ નહી. થોડી જ મિનટોમાં જાણવા મળ્યુ કે આ ટેકનીક્લ સમસ્યા દુનિયાભરમાં ફેસબુક, વોટસએપ અને ઈન્સ્ટાગ્રામ યુઝર્સને મહસુસ થઈ હતી. લાંબા સમય પછી સવારે 5.30 વાગ્યા સુધી લગભગ આ સમસ્યા દુર થઈ હતી, ત્યારબાદ સોશિયલ મીડિયા યુઝર્સે રાહત લીધી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  WhatsAppમાં થશે 5 મોટા બદલાવ, આવશે આ નવા ફીચર્સ!

ત્યારે ફેસબુકે દુનિયાભરમાં તેમના યુઝર્સને પડેલી આ મુશ્કેલી માટે દુખ વ્યક્ત કર્યુ હતુ. ફેસબુકે કહ્યું કે ઘણાં લોકોને ફોટો, વીડિયો અને બીજી ફાઈલ અપલોડ કરવા અને મોકલવાની મુશ્કેલી થઈ. આ સમસ્યાને દુર કરી દેવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  મોદીના માસ્ક, ટી-શર્ટ બાદ 'મોદી સાડી', સુરતના ટેક્સટાઈલ માર્કેટનો આ VIDEO સોશિયલ મીડિયામાં હવે થયો વાયરલ

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

 

ઈન્સ્ટાગ્રામે પણ ટ્વિટ કરીને યુઝર્સને પડેલી અસુવિધા માટે દુખ વ્યક્ત કર્યુ હતુ. સોશિયલ મીડિયાના બે મુખ્ય પ્લેટફોર્મ પર આવી સમસ્યાના કારણે દુનિયાભરમાં યુઝર્સ પરેશાન રહ્યા. ઘણાં યુઝર્સે ટ્વિટર પર તેમનો મત આપ્યો હતો.

READ  વિશ્વભરમાં થોડા સમય માટે ડાઉન થયું ફેસબુક, ઈન્સ્ટાગ્રામનું સર્વર, વોટ્સએપ પર પણ અસર!

 

BJP's Kunwarji Bavaliya shows confidence of Alpesh Thakor's win on Radhanpur seat

FB Comments