ફેસબુક થયું ડાઉન, યુઝર્સના એકાઉન્ટ ઓટો લોગ આઉટ થઈ રહ્યા છે

social-media-sites-facebook-down-auto-logout-issue

સોશિયલ મીડિયા વેબસાઈટ ફેસબુક દુનિયાભરમાં ડાઉન છે. ફેસબુક પર આ સમસ્યા ભારતીય સમય મુજબ સાંજે 7.20 વાગ્યે શરૂ થઈ છે. યૂઝર્સ ફેસબુક ઓપન કરવામાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે. ઘણાં યૂઝર્સ રિપોર્ટ કરી રહ્યા છે કે તેમનું એકાઉન્ટ જાતે જ લોગ આઉટ થઈ ગયું છે.

Image result for facebook down

 

ઘણા યૂઝર્સને Sorry, something went wrong ની Error મળી રહી છે. ત્યારે ઘણા યૂઝર્સને પેજ લોડ થઈ રહ્યું નથી. ડાઉન ડિટેક્ટરની વેબસાઈટ પર દુનિયાભારના અલગ અલગ ભાગોમાં લોકો તેના વિશે જણાવી રહ્યા છે. તેમાં મોટાભાગના લોકો આ મુશ્કેલી વિશે જણાવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાવતા લોકો ચેતી જજો! થઈ શકે છે તમારી ધરપકડ

યુઝર્સ જણાવી રહ્યા છે કે તેમનું એકાઉન્ટ ઓટો લોગ આઉટ થઈ રહ્યું છે. તે એક પ્રકારે ખતરાની ઘંટડી છે, કારણ કે સામાન્ય રીતે ફેસબુકમાં ઘણી મોટી સમસ્યા પછી કંપની યૂઝર્સના એકાઉન્ટને રિફ્રેશ કરે છે. પહેલા પણ જ્યારે આ મુશ્કેલી આવી હતી, ત્યારે કંપનીએ પાછળથી જણાવ્યું કે જે યૂઝર્સનું એકાઉન્ટ હેક થયું હતું, તે યુઝર્સને ઓટો લોગ આઉટ કરી દેવામાં આવ્યા હતા.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજનો દિવસ કષ્‍ટદાયક હોવાથી વાણી અને વર્તનમાં સાવધાની રાખવી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઘણા લોકો માટે ફેસબુકની ન્યૂઝ ફીડ બ્લેન્ક જોવા મળી રહી છે. ડાઉનડિટેક્ટર પર ઘણા યુઝર્સ ઈન્સ્ટાગ્રામ ડાઉન થવા વિશે પણ જણાવી રહ્યા છે. લગભગ એક કલાકથી આ મુશ્કેલી પડી રહી છે, ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ફેસબુક તરફથી કોઈ પણ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

READ  વડોદરામાં ઠેર-ઠેર ભરાયા પાણી, જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments