વિશ્વ કપમાં એમ્પાયરિંગ કરી રહેલા કુમાર ધર્મસેના સોશિયલ મીડિયા યુઝર્સના નિશાને આવ્યા, Memes થયા વાયરલ

શ્રીલંકા ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર અને એમ્પાયર કુમાર ધર્મસેના એક વખત ફરી તેમના ખરાબ એમ્પાયરિંગને લઈને ચર્ચામાં છે. લોર્ડસમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાઈ રહેલા ફાઈનલ મેચના મુકાબલામાં એમ્પાયરિંગ કરી રહેલા ધર્મસેના તેમના નિર્ણયને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે.

ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની ઈનિંગમાં કુમાર ધર્મસેનાના 3 નિર્ણયોને DRS પછી થર્ડ એમ્પાયરે બદલ્યો છે. મેચમાં સાતમી ઓવરમાં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ વોક્સનો બોલ ન્યૂઝીલેન્ડના ઓપનર માર્ટિન ગુપ્ટિલના પેડ પર લાગ્યો હતો. ત્યારબાદ ઈંગ્લેન્ડના ખેલાડીઓએ અપીલ કરી અને ધર્મસેનાએ ખેલાડીને સીધો આઉટ આપી દીધો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  CRICKETના સૌથી મોટા મુકાબલાની દેશભક્તિ સામે આકરી કસોટી, શું દેશ માટે કુર્બાન થયેલા જવાનો માટે 2 POINTની કુર્બાની આપવા તૈયાર થશે BCCI અને TEAM INDIA ?

ત્યારબાદ ખેલાડીએ તેમના સાથી ખેલાડી હેનરી નિકોલ્સની વાત કરીને DRS લેવાનો નિર્ણય કર્યો. ત્યારે રિપ્લેમાં જોવા મળ્યુ કે બોલ સ્ટમ્પને મિસ કરી રહી છે. ત્યારબાદ ધર્મસેનાને તેમનો નિર્ણય બદલવો પડ્યો હતો.

ત્યારબાદ તેમના એક નિર્ણયને ફરી થર્ડ એમ્પાયરે બદલ્યો હતો. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન જ્યારે બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે લિયામ પ્લંકેટની બોલ બેટને ટચ કરીને વિકેટકીપર જોસ બટલરના હાથમાં આવી હતી. એમ્પાયર ધર્મસેનાએ તે દરમિયાન કોઈ પણ પ્રકારનો અવાજ સાંભળ્યો નહતો અને તેમને નોટ આઉટ આપ્યો હતો પણ ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગનને વિશ્વાસ હતો કે બોલ બેટને ટચ કર્યો છે.

READ  વિશ્વ કપ પછી T-20 અને વન-ડેમાં નહી રમે કેપ્ટન કોહલી અને જસપ્રીત બુમરાહ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારબાદ મોર્ગને DRS લીધો અને રિપ્લેમાં જોવા મળ્યું કે બોલ બેટને ટચ કર્યો હતો. તે પ્રકારે ધર્મસેનાનો નિર્ણય ફરી એક વાર ખોટો સાબિત થયો હતો. ત્યારબાદ ધર્મસેના સોશિયલ મીડિયા યુઝર્સના નિશાને આવી ગયા છે અને અલગ અલગ પ્રકારના મેમ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  કોણ છે એ ખેડૂત જેણે પોતાના ખેતરમાં ફૂલોથી સજાવ્યું 'મોદી'નું નામ?

આ પહેલા પણ ધર્મસેના ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલ મેચમાં પણ તેમના ખરાબ નિર્ણયોના કારણે ચર્ચામાં આવ્યા હતા. તેમને ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોયને આઉટ આપ્યો હતો પણ રિપ્લેમાં જોવા મળ્યું હતુ કે બોલ અને બેટની વચ્ચે મોટું અંતર હતુ. રોય ત્યારબાદ ધર્મસેના પર ભડકી ઉઠ્યા હતા અને નિર્ણય પર નારાજ થયા હતા. ત્યારબાદ રોયને ICCએ દંડ ફટકાર્યો હતો.

[yop_poll id=”1″]

આ પણ વાંચો: ક્રિકેટ વિશ્વ કપને મળી નવી ચેમ્પિયન ટીમ, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચનો મુકાબલો રહ્યો રસપ્રદ

 

Oops, something went wrong.
FB Comments