સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: CBI કોર્ટે 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં, કહ્યું કાવતરું કે હત્યા સાબિત કરવા પુરાવા અપૂરતા

દેશભરમાં બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં કોર્ટે 13 વર્ષ બાદ તમામ 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

સ્પેશ્યિલ સીબીઆઈ કોર્ટના જજ એસ.જે.શર્માએ કહ્યું કે જેટલા સાક્ષી અને પુરાવા રજૂ કરવામાં આવ્યા છે તે કોઈ કાવતરૂ કે હત્યાને સાબિત કરવા માટે પૂરતા નથી.

વધુમાં તેમણે જણાવ્યું,

“કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે સાંયોગિક પુરાવા જોતા તુલસી પ્રજાપતિની પણ કાવતરૂ કરીને હત્યા કરવામાં આવી હોવાની વાત ખોટી છે. તપાસ એજન્સીઓ અને સરકારી મશીનરીએ પૂરતા પ્રયાસ કર્યા પરંતુ આક્ષેપો સાચા સાબિત થયા નથી. આ કેસમાં 210 સાક્ષીઓને હાજર કરવામાં આવ્યા પરંતુ કોઈ સંતોષજનક પુરાવા મળ્યા નથી. સાક્ષીઓ ફરી ગયા છે. જો સાક્ષીઓ ન બોલે તો તેમાં સરકારી વકીલનો પણ કોઈ દોષ રહેતો નથી.”

સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના જજ એસ.જે.શર્માએ કહ્યું,

“આ મારો અંતિમ ફેંસલો છે. હું રિટાયર્ડ થવા જઈ રહ્યો છું. મારી સંવેદનાઓ તુલસીરામ પ્રજાપતિના પરિવાર સાથે છે. મારે દુઃખ સાથે કહેવુ પડે છે કે પ્રોસિક્યુશન પોતાની થિયરીને સાબિત ન કરી શક્યું.”

 

READ  VIDEO: હેલ્મેટનો કાયદો મરજિયાત કરવા મામલે ગુજરાત સરકાર સામે SCની લાલ આંખ

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ

સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
આ મામલામાં કુલ 22 આરોપીઓને કોર્ટે આપી ક્લીનચિટ
સ્પેશિયલ સીબીઆઇ જજે અવલોકન કર્યું કે તમામ સાક્ષીઓ અને પુરાવા કાવતરુ અને હત્યા સાબિત કરવા માટે પૂરતા નથી
સાંયોગિક પુરાવા પણ ટકી શકે તેવા નથીઃ કોર્ટ

આ પણ વાંચો: જો તમે કમ્પ્યૂટર પર કરી રહ્યાં છો કોઈ ખોટું કામ, તો તમારા પર હોઈ શકે છે આ 10 સરકારી એજન્સીઓની સીધી નજર

READ  Vadodara: BJP's Ekta Yatra turned into fiasco,no citizens appear in rally
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

તુલસી પ્રજાપતિની કાવતરા મારફતે હત્યા કરવામાં આવી હતી તે આક્ષેપ સાચો નથીઃ કોર્ટ
તપાસ એજન્સીઓ અને સરકારી મશીનરીએ પૂરતા પ્રયાસ કર્યા હતા
210 સાક્ષીઓને હાજર કરવામાં આવ્યા પરંતુ સંતોષજનક પુરાવા ના મળ્યા
સાક્ષીઓ ફરી ગયા, જો સાક્ષીઓ ના બોલે તો તેમાં સરકારી વકીલનો કોઇ દોષ નથીઃ કોર્ટ
આ મારો અંતિમ ફેંસલો, હું રિટાયર્ડ થઈ રહ્યો  છુઃજજ
મારી સંવેદના પ્રજાપતિ પરિવાર સાથે છેઃ જજ

READ  Bomb found in Konark Puram, Maharashtra

[yop_poll id=296]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Rehearsal conducted on Ahmedabad Airport to Motera road ahead of Modi-Trump roadshow

FB Comments