સોલામાંથી પૈસા પડાવનાર કોલ સેન્ટરના બે આરોપી પોલીસ સમક્ષ હાજર, એકની સામે છે અમેરિકામાં રેડ કોર્નર નોટિસ!

પોલીસે કોલ સેન્ટરના કેસમાં બે ફરાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસને આશા છે કે આ બંને આરોપીઓ પાસેથી વધારે ખુલાસા થઈ શકે તેમ છે.

થલતેજ સ્થિત બાગબાન પાર્ટી પ્લોટ પાસે અર્થ એસએસ બિલ્ડિંગમાં ચાલતા કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો. જે કોલ સેન્ટર ઝડપવાની સાથે પોલીસે એક યુવતી સહિત 21 લોકોની 29 લેપટોપ અને 22 મોબાઈલ અને બાઈકો સહિત ઝડપી પાડ્યા હતા. જેમની તપાસમાં પકડાયેલા આરોપીઓમાં ભરત ઓપરેટર હોવાનું સામે આવ્યુ. તો વધુ તપાસમાં મયુર માંગરોળિયા અને હિતેશ ઠક્કર કોલ સેન્ટર ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. જે બને ફરાર હતા. જે બને આજે કોર્ટ થકી સોલા પોલીસ સ્ટેશન હાજર થતા સોલા પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને આશા છે કે પકડાયેલા બંને આરોપીઓની તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે.

 

પકડાયેલા તપાસમાં સામે આવ્યું હતું કે મુખ્ય શખ્સોમાં મયુર અને હિતેશ છે. જેમાં હિતેશ સામે અગાઉ કોલ સેન્ટર મામલે ગુનો દાખલ થયેલ છે. તેમજ USAમાં તેની સામે રેડ કોર્નર નોટિસ પણ જારી છે. 21 માંથી પાંચ લોકો પણ અગાઉ કોલ સેન્ટરના ગુનામાં પકડાયેલ છે. જે 21 માંથી પાંચ લોકોનો જામીન પર છુટકારો થયો છે. ત્યારે આજે મયુર અને હિતેશ હાજર થતા પોલીસે વધુ તપાસ તેજ કરી છે.

ઉલ્લેખનીય છે કે મયુર અને હિતેશ કોલ સેન્ટર શરૂ કરીને કેનેડાના સ્થાનિકોને કોલ કરાવી પોતે આઇટીમાંથી બોલે છે અને ટેક્સ ભરવાનો બાકી છે તેવી ધમકી આપીને કોલ સેન્ટરના કર્મી અને સંચાલકો પાસેથી રૂપિયા પડાવતા હતા. જે અંગે પોલીસે બાતમી આધારે રેડ કરી કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો. હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે આ કોલ સેન્ટરના તાર ક્યાં ક્યાં અને કોની કોની સાથે જોડાયેલ છે. જે અંગે પણ પોલીસે મયુર અને હિતેશની પૂછપરછ શરૂ કરી છે.

[yop_poll id=1228]

At joint session of Parliament, President congratulates scientists, researchers for Chandrayaan-2.

FB Comments

Darshal Raval

Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192

Read Previous

જાણો કોની પાસેથી મળી આવી ગુજરાત હાઈકોર્ટમાંથી ચોરી થયેલી 10 ફાઈલો, આ ફાઈલો ત્યાં કેવી રીતે પહોંચી તે રહસ્ય હજુ અકબંધ!

Read Next

થપ્પડ પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર લાઠીઓ ચલાવવામાં આવી, જુઓ વીડિયો

WhatsApp પર સમાચાર