આ 5 રાશિઓ પર ‘ભારે’ પડવાનું છે રવિવારે થનારું સૂર્ય ગ્રહણ, આ 3 રાશિઓએ ચિંતા કરવાની જરૂર નથી !

નવા વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ પોષ અમાવસ્યા લાગી રહ્યું છે. વર્ષ 2019માં ત્રણ સૂર્ય ગ્રહણ લોકોને જોવા મળશે. તેમાં પહેલું સૂર્ય ગ્રહણ 6 જાન્યુઆરી, બીજું 2 જુલાઈ અને ત્રીજુ 26 ડિસેમ્બરે દેખાશે.

6 જાન્યુઆરીએ આપ શું જોશો ?

રવિવારના દિવસે જ્યારે લોકો રજાના મૂડમાં હશે, તે જ દિવસે ચંદ્ર આપણી પૃથ્વી અન સૂર્યની વચ્ચે આવી જશે. ચંદ્ર વચ્ચે આવતા ધરતી પર તેનો પડછાયો પડશે કે જેને સૂર્ય પર લાગેલું ગ્રહણ કહેવાય છે.

જોકે આ આંશિક સૂર્ય ગ્રહણ છે અને ભારતમાં નહીં દેખાય. આ સૂર્ય ગ્રહણ જાપાન, કોરિયા, મંગોલિયા, તાઈવાન, રશિયા, ચીનના પૂર્વ છેડા ઉપરાંત અમેરિકાના પશ્ચિમી ભાગોમાં જોવા મળશે. બીજિંગમાં સૂર્યનો 20 ટકા, ટૉક્ટોમાં 30 ટકા અને વ્લાદિવોસ્ટમકમાં 37 ટકા સૂર્યનો ભાગ ચંદ્રથી ઢંકાઈ જશે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

ભારતીય સમય મુજબ સૂર્ય ગ્રહણ રવિવારે સવારે 5.04 વાગ્યે શરુ થઈ 9.18 વાગ્યે ખતમ થઈ જશે.

આખરે આ સૂર્ય ગ્રહણ કઈ રાશિ પર કેવી અસર નાખશે ? કઈ રાશિ માટે આ સૂર્ય ગ્રહણ ઘાતક નિવડશે અને કઈ રાશિના જાતકોને સૂર્ય ગ્રહણ ફાયદો કરાવશે ?

READ  ટેરર ફંડ પર સરકારની કાશ્મીર ઘાટીમાં મોટી કાર્યવાહી, 11 અલગતાવાદી નેતાઓની સંપ્તિ જપ્ત કરવાની શરૂઆત થઈ

જ્યોતિષાચાર્યાનો જણાવ્યા મુજબ કેટલીક રાશિના જાતકો માટે સૂર્ય ગ્રહણની અસર ખરાબ રહેશે, તો કેટલીક રાશિના જાતકોને સૂર્ય ગ્રહણની હકારાત્મક અસર જોવા મળશે.

આવો રાશિ મુજબ વિગતવાર જાણીએ :

મેષ રાશિ : આ રાશિના જાતકો માટે રવિવારે લાગનાર સૂર્ય ગ્રહણ સારું નહીં રહે. આ રાશિના જાતકોએ પોતાના કામ પર ફોકસ કરવાની જરૂર છે. કામ માટે ધૈર્ય (પૅશન) જાળવી રાખવો જરૂરી છે.

વૃષભ રાશિ : આ રાશિના જાતકો માટે આ સૂર્ય ગ્રહણ ફાયદાકારક રહેશે. આપને નાણાનો લાભ મળી શકે છે. વિદેશ યાત્રાનો પણ યોગ બની રહ્યો છે.

મિથુન રાશિ : આ રાશિના જાતકો માટે આ ગ્રહણનો પ્રભાવ પરિવારથી દૂરી ઊભી કરી શકે છે. એવામાં સાવધ રહેવાની જરૂર છે. બેકારની વાતોમાં ન પડો અને દલીલબાજીથી બચો.

કર્ક રાશિ : આ રાશિના જાતકોએ પણ પોતાના સગા-સંબંધીઓથી સાવધ-સાવચેત રહેવાની જરૂર છે. શક્ય છે કે આપનો કોઈ નિકટસ્થ આપનું બનતું કામ બગાડી દે.

સિંહ રાશિ : વર્ષનું પ્રથમ ગ્રહણ આપના જીવનમાં કેટલાક ફેરફાર લાવી શકે છે. જો આપના લગ્ન થવાના હોય, તો આપે સાવધ રહેવાની જરૂર છે. પરિવારના સભ્યો સાથે દલીલો ન કરો.

READ  કર્ણાટકમાં છેલ્લા 10 દિવસથી ચાલતા રાજકીય સંકટ વચ્ચે આવતીકાલને સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે

કન્યા રાશિ : આ રાશિના જાતકો માટે નવું વર્ષ અને સૂર્ય ગ્રહણ નવો આયામ આપનારા છે. જો આપ કંઇક પામવા માંગો છો, તો સૂર્ય ગ્રહા દિવસે જરૂર સૂર્ય દેવની પ્રાર્થના કરો.

તુલા રાશિ : આ રાશિના લોકો માટે સૂર્ય ગ્રહણ મિશ્ર ફળદાયી નિવડશે. આપનું આરોગ્ય બગડી શકે છે. સાથે જ ઘરમાં પણ આપે પૈસા ખર્ચ કરવા પડી શકે છે.

વૃશ્ચિક રાશિ : આ રાશિના જાતકોએ કામ અને નાણા સંબંધી નિર્ણયો લેવામાં તકેદારી રાખવી પડશે. જો આપ કંઇક ખરીદવા માંગો છો, તો પૈસાનો ખર્ચ સાવચેતીપૂર્વક કરો, આપને નુકસાન થઈ શકે છે.

ધન રાશિ : આ રાશિના જાતકોએ નવા વર્ષે સખત સંઘર્ષ કરવો પડી શકે છે. આપે ધ્યાન રાખવાની જરૂર છે કે કોઈ આપના ધનનો ખોટો ઉપયોગ ન કરી શકે. તેનાથી આપને નુકસાન થઈ શકે છે.

મકર રાશિ : આ રાશિના જાતકો પર રવિવારે લાગનાર પ્રથમ સૂર્ય ગ્રહણની કોઈ ખાસ અસર નહીં પડે, પરંતુ એક સલાહ છે કે ભવિષ્યની યોજનાઓ કોઈની સાથે શૅર ન કરો.

READ  VIDEO: અયોધ્યા કેસમાં 40 દિવસની સુનાવણી બાદ આજે હવે આગળ શું થશે?

કુંભ રાશિ : જો આપ ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યો હોવ, તો આપે સાવધાન રહેવાની જરૂર છે. જોકે સૂર્ય ગ્રહણની અસર ભારતમાં બહુ ઓછી રહેશે, પરંતુ આમ છતાં પહાડી વિસ્તારો (હિલ સ્ટેશન) પર ફરવા જવાનું ટાળો.

મીન રાશિ : આ સૂર્ય ગ્રહણની અસર આપના સામાજિક દાયરાઓ પર પડી શકે છે. જો કોઈ આપની ઉપર હાવી થાય, તો દલીલબાજીમાં ન ઉતરો. આવું કરવાથી ભવિષ્યમાં આપને ફાયદો થઈ શકે છે.

[yop_poll id=447]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Meet the architectures who have designed world's tallest Umiya temple, Ahmedabad

FB Comments