ટ્રંપે કહ્યું કે માર્યા ગયેલાં કાસિમ સુલેમાનીનો દિલ્હી હુમલામાં હાથ હતો, જો કે એક હકીકત આવી પણ છે!

દુનિયામાં દેશોને અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ જોઈને યુદ્ધનો ભય સતાવી રહ્યો છે. અમેરિકાએ ઈરાનના બીજા નંબરના સૌથી તાકાતવર વ્યક્તિને ડ્રોન હુમલાામાં તેમના જ દેશમાં ઠાર કર્યો છે. જેને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકાએ દાવો કર્યો છે કે કાસિમ સુલેમાની દિલ્હીના એક આતંકવાદી હુમલામાં પણ સામેલ હતા. જો કે અમુક ઈતિહાસ છે જે કાસિમ સુલેમાનીના ભારત પ્રત્યેના વલણને અલગ કરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  જાણો અમેરિકાની આર્મીના એ ડ્રોન વિશે જેનો શિકાર ઈરાનના કમાંડર કાસિમ બન્યા!

READ  જાણો કોણ છે 2 મૂળ ભારતીય વ્યક્તિ છે જે અમેરિકાથી ટ્ર્મ્પના કાફલામાં આવી રહ્યાં છે?

અમેરિકાએ ઈરાનની લશ્કરી કમાંડર કાસિમ સુલેમાનીને બગદાદ એરપોર્ટની બહાર ડ્રોનમાંથી મિસાઈલ છોડીને નિશાન બનાવ્યો છે. આ ઘટના બાદ અમેરિકાએ જવાબદારી પણ સ્વીકારી લીધી છે તેઓએ જ આ હુમલો કરાવ્યો છે. સુલેમાનીને અમેરિકાએ પહેલાથી જ આતંકવાદી ઘોષિત કર્યો હતો અને અમેરિકી સૈનિકોના મોતનો જવાબદાર પણ ગણાવ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે આ હુમલા બાદ સુલેમાની સાથે દિલ્હીનું નામ પણ જોડવામાં આવ્યું છે. ટ્રંપે કહ્યું કે સુલેમાની આતંકવાદી હુમલાના ષડયંત્રનો માસ્ટરમાઈન્ડ હતો અને તે દિલ્હીથી લઈને લંડન સુધી આતંકવાદી હુમલામાં સામેલ હતો. જો કે ટ્રંપે એ બાબતની સ્પષ્ટતા નથી કરી કે ભારતમાં થયેલાં કયાં હુમલામાં ઈરાની લશ્કરી કમાંડરની ભૂમિકા હતી.

READ  જીવંત પાકિસ્તાની તીડ સાથે એક નેતા પહોંચ્યા વિધાનસભા!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સુલેમાની ભારતના પક્ષમાં નિવેદન આપવા જાણીતા


ટ્રંપે જે નિવેદન આપ્યું છે તેના વિપરીત અમુક વાતો સામે આવી છે. ભારતનો પક્ષ હંમેશા કાસિમ સુલેમાનીએ લીધો હતો. આ બાબતે તેઓએ પાકિસ્તાનને પણ લપડાક લગાવી છે. પાકિસ્તાન દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે ઈરાની જમીનમાં ભારત આતંકવાદી પ્રવૃતિઓને અંજામ આપી રહ્યું છે ત્યારે સુલેમાનીએ પાકિસ્તાનના આ દાવાનો જ છેદ ઉડાવી દીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે ભારતે ઈરાનમાં ચાબહાર પોર્ટ વિકસાવ્યું તેની પાછળ કાસિમ સુલેમાનીના ભારત સાથે સારા સંબંધો હોવાનો હાથ છે.

READ  સંતાન કે શેતાન? સંપતિના વિવાદમાં પુત્રએ પિતાની જ કરી હત્યા

આ ઉપરાંત ભારતે કૂલભુષણ મામલે આંતરરાષ્ટ્રીય અદાલતમાં પણ લડાઈ લડી હતી. કૂલભુષણને પાકિસ્તાનમાં ભારતીય જાસૂસ ગણીને રાખવામાં આવ્યા છે. આ કેસ સામે આવ્યો ત્યારે કાસિમ સુલેમાનીએ ભારતના પક્ષમાં નિવેદન આપ્યું હતું અને પાકિસ્તાનનો જ વિરોધ કર્યો હતો. આમ ટ્રંપનું નિવેદન અને ભારતના ઈરાની કમાંડર સાથેના સંબંધો બંને વિપરીત છે.

Oops, something went wrong.

FB Comments