ભરૂચમાં કેટલાક લોકો પોતાનું જીવન જાતે જ જોખમમાં મુકી રહ્યાં છે, સરકારી કર્મચારીઓને કારણ વગર કરી રહ્યાં છે પરેશાન જાણો કેવી રીતે

એક તરફ વાયુ ચક્રવાતે તંત્ર અને ગુજરાતવાસીઓની ઊંઘ હરામ કરી છે ત્યારે આફત ટળે નહી ત્યાં સુધી સ્ટેન્ડ ટૂ રાખવામાં આવેલી ઇમરજન્સી સર્વિસ ટીખળખોરો માટે ગમ્મતનું સાધન બની છે. ભરૂચ ફાયર બ્રિગેડને છેલ્લા 4 દિવસમાં 100થી વધુ ફેક કોલ મળ્યા છે.


ઈમરજન્સી સર્વિસનો ફોન રણકે એટલે ટીમ ઘટનાનો કોલ મળતા તરત જ જરૂરિયાતમંદની મદદ માટે ઘટનાસ્થળે ત્વરિત પહોંચી જવા તત્પર રહેતી હોય છે. પરંતુ ભરૂચ ફાયર બ્રિગેડને જયારે આવા કોલને ઇમરજન્સી રિસ્પોન્સ કરે ત્યારે મહત્તમ મામલાઓમાં કોલ ફેક અથવા ટીખળ હોય છે. આવા એકાદ નહિ પરંતુ દિવસના 50 થી 100 કોલ આવે છે. જેમાં ખોટા ઇમરજન્સી મેસેજ અને કર્મચારીઓની સાથે મજાક કરવાના કોલનો સમાવેશ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ફાયર મેન પરુષોત્તમ માછીએ TV9 સાથે વાતચીતમાં જણાવ્યું કે ફેક કોલ આખો દિવસ પરેશાન કરે છે. ફાયરમેન અલ્પેશ મિસ્ત્રી અનુસાર રોજના 100 થી વધુ કોલ આવે છે. કેટલાક એવા કોલર હોય છે જેમને ટોકવામાં આવે તો ગાળો બોલે છે. કોલરમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે, જે બીભત્સ વાતો કરવાની માંગણીઓ કરે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હાલમાં વાયુ વાવાઝોડાના કારણે ઇમર્જન્સી સર્વિસને સ્ટેન્ડ ટૂ રાખવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારે ફાયર બ્રિગેડનો ફોન ફેક કોલના કારણે મહત્તમ વ્યસ્ત આવે છે બીજી તરફ કોલ સાચો છે કે રમૂજ તે સમજવું આ કર્મચારીઓ માટે પણ મુશ્કેલ બની રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પાલિકા તંત્ર પાસે આ સમસ્યાનું કોઈ હલ નથી જે માત્ર લોકોને અપીલ કરી ટીખળ બંધ કરવા વિનંતી કરીરહ્યું છે. પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાળાએ જણાવ્યું કે વાઘ આવ્યો રે વાઘ આવ્યોના મજાકમાં અનેકવાર છેતરાયેલા લોકો ક્યારેક સાચા કોલને પણ ટીખળ સમજી બેસે ત્યારે મજાક ગંભીરરૂપ ધારણ કરી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતની કઈ APMCમાં ચોખા વેચાયા સૌથી મોંધા, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

ફેક કોલના કારણે સાચા જરૂરિયાતના કોલ લાગતા નથી અને પરિણામે ફાયરકર્મીઓને લોકોના રોષનો ભોગ બનવું પડે છે. આવા તત્વો સામે હવે પાલિકાતંત્ર પોલીસ ફરિયાદ નોંધવા તૈયારી કરી રહ્યું છે.

 

News Headlines From Ahmedabad : 22-07-2019 |Tv9GujaratiNews

FB Comments

Ankit Modi

Read Previous

વાયુ’ની દિશા બદલાઈ પણ જોખમ યથાવત્, વાવાઝોડાની હિલચાલ વિશે સૌથી ઝડપી અપડેટ્સ

Read Next

VIDEO: પોરબંદરમાં પોલીસે વેપાર ધંધા એક દિવસ માટે બંધ રાખવા વેપારીઓને કરી અપીલ

WhatsApp પર સમાચાર