આ ટાપુના લોકોએ ‘સમય’ને જ ફગાવી દીધો, મન પડે ત્યારે કરશે કામ!

જરા વિચાર કરો કે જો કોઈ તમને સમયના બંધન મુજબ કામ કરવાનું જ ના કહે  તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. એક દેશ એવો જ્યાં આ નિયમ લાગુ થઈ જવા રહ્યો છે. આ દેશમાં આવેલાં ટાપૂ પર લોકો સમયના બંધનમાંથી મુક્ત થઈ જવાના છે અને મન પડે ત્યારે ગમે તે કામ તેઓ કરશે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Shot at Sommaroy outside Tromso, Norway.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વિશ્વમાં એક એવી જગ્યા બનવા જઈ રહી છે જ્યાં સમયને લઈને કોઈપણ પ્રકારની રોકટોક હશે નહીં અને લોકો ગમે ત્યારે ગમે તે કામ કરી શકશે. આ જગ્યા નોર્વેનો દેશના એક દ્રીપ છે જેને ટાઈમ ફ્રી ઝોન જાહેર કરી દેવાશે અને લોકો સમયના આધારે નહીં દોડે પણ પોતાની રીતે જ જિંદગી વિતાવશે. જોવા મળે છે કે આજના યુગમાં લોકો સમયના કાંટાની પાછળ દોડે છે અને તેના લીધે તેમના ટેન્શનમાં પણ વધારો થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નોર્વેનો એક  દ્રીપ છે ત્યાં 350 લોકો રહે છે અને તે દૂનિયાનો પહેલો ટાઈમ ફ્રી ઝોન બનશે. નોર્વેની વાત કરીએ તો આ દેશ એવો છે કે જ્યાં રાત્રે પણ સુરજ અસ્ત થતો નથી. આના લીધે જ લોકો ઘડિયાળથી કંટાળી ગયા છે અને આ સમયના ચક્કરમાંથી મુક્ત થવા માટે આ પ્રયોગ કરી રહ્યાં છે.

ત્યાં જે લોકો ટાઈમને આ કેમ્પેઈન ચલાવે છે તેમનું કહેવું છે કે આખી દુનિયામાં લોકો તણાવ અને ડિપ્રેશનમાં છે. કેટલાંક સમયે તો લોકો પોતાના સમયના ચક્કરમાં ફંસાયેલા હોય તેવું જ મહેસૂસ કરે છે. આના લીધે જ અમે આ બંધનમાંથી છૂટી જવા માગીએ છીએ અને લોકોને છૂટ આપવા માગીએ છીએ જેથી તેઓ પોતાની રીતે જ જિંદગી જીવી શકે. જો લોકોને સવારે 4 વાગ્યે ઘાસ કાપવાનું મન થાય તો તે કરી શકવા જોઈએ.

આ પણ વાંચો:  એક કેચ જેના લીધે બદલાઈ ગયો મેચ, ભારત બન્યું વિશ્વ વિજેતા

જો લોકો પોતાના મિત્રોની સાથે ગમે ત્યારે કૉફી પીવાની ઈચ્છા ધરાવે છે તો તેના પર કોઈ જ પાબંદી ન હોવી જોઈએ. આ દ્રીપ પરના લોકો મોટેભાગે પર્યટન અને મત્સ્યપાલન કરીને પૈસાની કમાણી કરે છે. જો કે બાળકોને આ નિયમ લાગૂ નહીં પડે અને સમયસર સ્કૂલે તો જવું જ પડશે.

નોર્વેના આ દ્રીપ પર નવેમ્બરથી માંડીને જાન્યુઆરી સુધી અંધારુ જ રહે છે જો કે ગરમીની મોસમાં સુરજ નીકળે છે. 26 જૂલાઈ સુધી અહિંયા સુર્ય નીકળ્યા બાદ આથમતો જ નથી. આના લીધે 24 કલાક સુરજ હોવાથી દિવસ જ રેહવાનો પછી સમય શું કામનો? તમે રાત્રના 2 વાગ્યે ઘરકામ કરવા માગતા હોય તો તમે કરી શકો છો અને 3 વાગ્યે નાહવાનું મન થાય તો તમે તરી શકો છો. દ્રીપના લોકો અડધી રાત્રે પણ સુર્યની મજા માણે છે અને પોતાના મિત્રો સાથે ફરે છે તેમજ કૉફી પીએ છે.

 

Narmada river water level is too low to be supplied to Gujarat: MP Congress |

FB Comments

TV9 WebDesk8

Read Previous

એક કેચ જેના લીધે બદલાઈ ગયો મેચ, ભારત બન્યું વિશ્વ વિજેતા

Read Next

ગુજરાતમાં ભારત-પાકિસ્તાનની સરહદ પર BSFના જવાનોએ કર્યો યોગાભ્યાસ, જુઓ તસવીરો

WhatsApp પર સમાચાર