સોમનાથના અહલ્યાબાઈ મંદિરમાં શિવલિંગના થાળાને મઢાવાયું ચાંદીથી, ભક્તોમાં હર્ષોલ્લાસની લાગણી

અતિ પ્રાચીન અને જાણીતા અહલ્યાબાઈ સોમનાથ મહાદેવ મંદિરના શિવલિંગના થાળાને ભક્તિભાવપૂર્વક ચાંદીથી મઢવામાં આવ્યું. 

એક ભક્તના પરિવાર તરફથી 50 કિલો તેમજ સોમનાથ ટ્રસ્ટ તરફથી 18 કિલો ચાંદી અર્પણ કરી કુલ 68 કિલો ચાંદીથી શિવલિંગના થાળાને મઢવામાં આવ્યું છે.

આ ભક્ત પરિવારે આજથી 15 વર્ષ પહેલા આ અંગેનો સંકલ્પ કર્યો હતો. અને આખરે આટલા સમય બાદ મંગળવારે વહેલા પરોઝિયે બ્રહ્મ મુહૂર્તમાં પૂર્ણ કરવામાં આવ્યો. શિવલિંગના થાળાને ચાંદીથી મઢતાં જ સૌ શિવભક્તોમાં આનંદની લાગણી પથરાઈ ગઈ.

READ  BJP fields third candidate, Kiritsinh Rana for RS polls

મંગળવારે સવારે 4 વાગ્યાના મુહૂર્તમાં ચાંદીના થાળાની મહાપૂજા કરાઈ. પૂજારીએ પ્રક્ષાલન કર્યો હતો. ત્યારબાદ દિવ્ય આરતી બાદ પૂજાવિધિ કરાઈ.

આ સમગ્ર પ્રસંગ દરમિયાન અહલ્યાબાઈ સોમનાથ મહાદેવ મંદિરને ફૂલહારથી શણગારવામાં આવ્યું હતું. સાથે જ નંદિરમાં હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ પણ કરાયો.

ઉલ્લેખનીય છે કે આ પ્રાચીન અહલ્યાબાદ મહાદેવ મંદિરના થાળાને ચાંદીથી મઢવા 8થી વધુ કારીગરો રાત્રિભર સતત કામ કરતા રહ્યાં.

READ  ઊંઝા ખાતે મા ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞનું કેવું છે આયોજન? જુઓ VIDEO

[yop_poll id=1402]

Oops, something went wrong.

FB Comments