રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના એક વર્ષના પગાર કરતા પણ બે ગણો ચઢાવો ચડ્યો ગુજરાતના આ મંદિરમાં

reliance Mukesh Ambani
reliance Mukesh Ambani

પવિત્ર યાત્રાધામ એવા સોમનાથની વર્ષ 2018માં 75 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી હતી. જેમાંથી મંદિર ટ્રસ્ટની આવક 33 કરોડને પાર થઈ હતી. મંદિરની ગોલખ પેટીમાંથી રૂપિયા 7 કરોડનું દાન મળ્યું જ્યારે પૂજાવિધિમાંથી 3.75 કરોડ, પ્રસાદીમાંથી 7.5 કરોડ, સાહિત્ય વિતરણમાંથી 1.25 કરોડ, પાર્કિંગમાંથી 50 લાખ અને અતિથીગૃહમાંથી 7.5 કરોડ રૂપિયાની આવક સાથે કુલ 33 કરોડ રૂપિયાની આવક થઈ છે.

READ  VIDEO: રાજ્યની પ્રથમ વર્લ્ડ હેરીટેજ સાઈટ ખાતે ખોદકામ દરમિયાન પૌરાણિક અવશેષો મળી આવ્યા, પુરાતત્વ વિભાગ હાથ ધરશે સંશોધન

જુઓ VIDEO :

ત્યારે વર્ષ 2018માં દર્શનાર્થીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો હતો. સૌપ્રથમ વખત પોતાના કાર્યકાળ દરમિયાન કોઈ રાષ્ટ્રપતિએ બે વખત સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે. હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના કાર્યકાળ દરમિયાન બે વખત સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે. આ સાથે જ ભાજપના અધ્યક્ષ અમિત શાહે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે વર્ષ 2018માં ભગવાન સોમનાથના દર્શન કર્યા હતા.

READ  અમદાવાદનો રસપ્રદ કિસ્સો! વાળંદે વાળ કાપીને માગ્યા 20 રુપિયા અને આ વિદેશીએ આપી દીધા 30 હજાર

એક રિપોર્ટ પ્રમાણે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનો એક વર્ષનો પગાર Rs.15 કરોડ રૂપિયા છે.

[yop_poll id=499]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments