‘ટુકડે-ટુકડે’ ગૅંગે 18 વર્ષના આ યુવાન પાસેથી શીખવું જોઇએ કે દેશભક્તિ કોને કહેવાય, જુઓ એક આતંકવાદીના પુત્રને ભારતે કેવો આપ્યો મજબૂત ‘આધાર’ ?

સંસદ પર હુમલો કરવાના ગુનેગાર અને ફાંસીએ ચઢાવી દેવાયેલા આતંકવાદી અફઝલ ગુરુનો પુત્ર ભારતમાં રહેતા જયચંદો માટે મોટો દૃષ્ટાંત સમાન છે.  આ યુવાન ‘અફઝલ હમ શર્મિંદા હૈં, તેરે કાતિલ ઝિંદા હૈં’ના નારા લગાવતી ટુકડે-ટુકડે ગૅંગ માટે પણ બોધપાઠ રૂપ છે.

 

અમે વાત કરી રહ્યા છીએ અફઝલ ગુરુના પુત્ર ગાલિબની. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ અફઝલ ગુરુના પુત્ર ગાલિલ હવે ડૉક્ટર બનવા માંગે છે. હાલમાં તેઓ મેડિકલ એંટ્રેંસ એગ્ઝામની તૈયારી કરી રહ્યા છે, પણ આગળના અભ્યાસ માટે વિદેશ જવા માંગે છે. ગાલિબ ખુશ છે કે તેમને તેમનો આધાર કાર્ડ મળી ગયો છે અને આ સાથે જ તેમનો પાસપોર્ટ મળવાનો અને વિદેશ જવાનો માર્ગ પણ મોકળો થઈ ગયો છે.

READ  VIDEO: નર્મદા ડેમ છલોછલ, સૌરાષ્ટ્રનું જળસંકટ થશે હળવું, ડેમોમાં ભરાશે પાણી

નાના ગુલામ મોહમ્મદ અને માતા તબસ્સુમ સાથે રહેતા 18 વર્ષીય ગાલિબ પોતાનો આધાર કાર્ડ બતાવતા કહે છે, ‘હવે કમ સે કમ મારી પાસે બતાવવા માટે એક કાર્ડ તો છે, હું બહુ ખુશ છું. હું ઇચ્છુ છું કે મારી પાસે જલ્દીથી મારો પાસપોર્ટ પણ આવી જાય. મને ત્યારે વધુ ગૌરવ થશે કે જ્યારે મને મારો પાસપોર્ટ મળી જશે.’

READ  Here comes an air bag to keep your phone away from smashing!

ગાલિબને વિદેશ જવા માટે પાસપોર્ટની જરૂર છે. તેઓ હાલ NEETની તૈયારી કરી રહ્યા છે કે જેની પરીક્ષા 5મેએ યોજાનારી છે. ગાલિબને આશા છે કે તેઓ તેમાં ક્વૉલીફાઈ કરી લેશે. ગાલિબ કહે છે, ‘જો હું અહીં (ભારતમાં) ક્વૉલીફાઈ ન કરી શકું, તો હું વિદેશ જવા માંગીશ. તુર્કીમાં એક કૉલેજ છે કે જે મને તેના માટે બાદમાં સ્કૉલરશિપ પણ આપી શકે છે.’

પિતાનું સપનું પૂરું કરવા માંગે છે ગાલિબ

ગાલિબ કહે છે કે તેઓ પોતાના પિતા અફઝલ ગુરુનું સપનું પૂરું કરી રહ્યા છે. ગાલિબે કહ્યું, ‘અમે અગાઉ થયેલી ભૂલોમાંથી જ બધુ શીખ્યું. મારા પિતા પોતાનું મેડિકલ કૅરિયર પૂરું ન કરી શક્યાં અને હું તેને પૂરું કરવા માંગુ છું.’

READ  પરપ્રાંતીયો પર થયેલા હુમલાનો સૌથી પહેલા મે વિરોધ કર્યો હતો : જિગ્નેશ મેવાણી

નોંધનીય છે કે અફઝલ ગુરુને ફાંસી થયા બાદ કાશ્મીર ખીણમાં સક્રિય આતંકવાી સંગઠનોએ ગાલિબનું માઇંડ વૉશ કરવાનો અને પિતાનો બદલો લેવા માટે ઉશ્કેર્યા હતા. જોકે ગાલિબે પોતાની જાતને આતંકીઓના જાળમાંથી બચાવી લીધી. આનો શ્રેય તેઓ પોતાના માતા તબસ્સુમને આપે છે.

Navlakhi maidan rape case : Chargesheet to be filed today, Vadodara | Tv9News

FB Comments