અમૂલ MDના ડ્રાઈવરના પુત્રએ પાસ કરી IIM અમદાવાદની પરીક્ષા

જો લક્ષ્ય દૃઢ છે અને તેના માટે સખત મહેનત કરવામાં આવે છે તો પછી કંઈ પણ પ્રાપ્ત કરી શકાય છે. કંઈક આવુ જ કર્યુ છે 22 વર્ષીય હિતેશ સિંહે.

હિતેશના પિતા પંકજ સિંહ અમૂલના મેનેજિંગ ડાયરેકટરના ડ્રાઈવર છે અને આજે તેમને તેમના છોકરાની સિદ્ધિ પર ગર્વ થઈ રહ્યો છે. હિતેશે સૌથી મુશ્કેલ પરીક્ષામાંથી એક પરીક્ષા પાસ કરી છે. તેને IIM અમદાવાદની એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરી છે. હિતેશ દેશની સૌથી અગ્રણી સ્કુલોમાંથી એક ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાં ફૂડ એન્ડ એગ્રો બિઝનેસ મેનેજમેન્ટમાં 2 વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં એડમિશન માટે એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરી છે.

 

હિતેશના પિતા પંકજ સિંહ અમૂલના MD આર.એસ.સોઢીના ડ્રાઈવર છે. પંકજ સિંહ તેમના શેઠને લઈને IIMમાં આવતા જતા રહે છે. જ્યાં તે ગેસ્ટ લેકચકરર છે. બિહારના રહેવાસી પંકજ સિંહ જ્યારે તેમના શેઠને IIMમાં લઈને આવતા હતા, ત્યારે તેમને ઈચ્છા હતી કે તેમના છોકરાને આ સંસ્થામાં ભણાવે. તેમનું સપનુ ત્યારે પુરૂ થયુ જ્યારે હિતેશે CATમાં 96.12 પરસેન્ટાઈલ મેળવ્યા અને પછી પર્સનલ ઈન્ટરવ્યૂ પણ પાસ કરી લીધુ.

હિતેશ IIMની ફી ભરવા માટે 23 લાખ રૂપિયાની લોન લેવા માગતા હતા. તે ડેરી સેક્ટરમાં કરીયર બનાવવા માગે છે. તેને જણાવ્યું કે અમૂલના MD તેના માટે પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. સોઢી પણ એક મધ્યમવર્ગના પરિવારના હતા. તેમનો પરિવાર દિલ્હીના આર.કે.પુરમમાં રહેતો હતો. સોઢીએ તેમની તરફથી હિતેશના કરીયરને લઈને ખુબ સારી સલાહ આપી અને તેનું માર્ગદર્શન કર્યુ. તે કહે છે કે હિતેશની સફળતા લોકો માટે એક પ્રેરણા સ્ત્રોત હશે.

હિતેશે કહ્યું કે મને મારા પરિવારની આર્થિક સ્થિતીની ખબર હતી. મેં ખુબ મહેનત કરી. આણંદમાં 2 રૂમના ફલેટમાં તેમના પરિવારની સાથે રહેતા હિતેશે SMC કોલેજ ઓફ ડેરી સાયન્સમાંથી ડેરી ટેકનોલોજીમાં B.techમાં ટોપ સ્થાન મેળવ્યુ હતુ.

 

Surat :Kamrej, Palsana receiving rain showers, people get relief from scorching heat|Tv9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

Whatsapp ગ્રુપ્સમાં ‘Frequently Forwarded’ મેસેજને કરી શકશો બ્લોક

Read Next

ચકાસણી માટે ઘરે પહોંચ્યુ Facebook, માગ્યુ આધાર કાર્ડ અને અન્ય વિગતો

WhatsApp પર સમાચાર