Amazon પર ગુસ્સે થઈ સોનાક્ષી સિંહા! 18 હજારના હેડફૉન્સની જગ્યાએ મોકલ્યો લોખંડનો ટુકડો?

ઓનલાઈન શોપિંગમાં અનેક લોકોને છેતરપિંડીનો ભોગ બનાવવાનો વારો આવતો હોય છે. પરંતુ આ વખતે બૉલિવૂડની અભિનેત્રી સોનાક્ષી સિંહાને પણ ઑનલાઈન શોપિંગમાં ઠગાઈનો ભોગ બનવું પડ્યું છે.

અભિનેત્રી સોનાક્ષી સિંહાએ એમેઝોન મારફતે હેડફોન મગાવ્યા હતા. પરંતુ તેને અંદાજ પણ નહોતો કે હેડફોનની જગ્યાએ બોક્સમાંથી લોખંડનો ટુકડો નીકળશે. બોક્સમાંથી હેડફોનના સ્થાને લોખંડ઼નો ટુકડો નીકળતા સોનાક્ષી સિંહા પણ ચોંકી ઉઠી.

READ  'રામાયણ' નામના ઘરમાં રહેતી સોનાક્ષી સિન્હાને KBCમાં રામકથા અંગે આ સામાન્ય જવાબ પણ આવડ્યો નહીં

પોતાની સાથે ઠગાઈ થતા સોનાક્ષીએ તુરંત જ ટ્વિટ કરીને ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેણે ટ્વિટ કરતા લખ્યું કે, એમેઝોન, મેં મારા માટે હેડફોન્સ મગાવ્યા હતા પરંતુ આ જુઓ મને શું મળ્યું? સંપૂર્ણ રીતે પેક છે બોક્સ. જોવામાં પરફેક્ટ દેખાય છે પરંતુ માત્ર બહારથી જ અને તમારી કસ્ટમર સર્વિસ પણ મદદ કરવા નથી માગતી! 

READ  એશિયાની સૌથી મોટી હેલ્મેટ નિર્માતા કંપનીએ કહ્યું અમે કાશ્મીરમાં પ્લાન્ટ બનાવીને 1000 લોકોને રોજગારી આપીશું

[yop_poll id=219]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

FB Comments