Hyundai કંપનીએ લોંચ કરી સોલાર પેનલ સાથેની હાઈબ્રીડ કાર, જાણો કેટલી થશે ઉર્જાની બચત?

સાઉથ કોરિયન કંપનીએ ફરીથી પોતાની કારમાં એક નવી અપડેટ આપી છે. હવે Hyundaiની કારમાં સોલાર પેનલ પણ જોવા મળશે અને જેના લીધે ઈંધણની બચત થશે. કંપનીએ આ કારને કોરિયામાં તો લોંચ કરી દીધી છે અને કંપની આ પ્રકારની હાઈબ્રીડ કારના અન્ય મોડેલ પર કામ કરી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, કલમ 370 અને 35A નાબૂદ કરી અને ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવ્યો

કોરિયન કંપની સતત કંઈક ઈનોવેશન કરતી જ રહે છે. હવે કંપનીએ પોતાની કારનું મોડેલ સોનાટા પર સોલાર પેનલને સેટ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે આ કાર સંપૂર્ણરીતે સોલાર કાર નહીં હોય પણ તેના લીધે સપોર્ટ જરુરથી મળી શકશે. કંપનીનું કહેવું માનીએ તો જો કાર દરરોજ છ કલાક જેટલી ચાર્જ થાય તો વર્ષના અંતે 1300 કિલોમીટરની વધારાની માઈલેજ આપશે.

READ  પુલવામા અટેકની અસર વર્લ્ડ કપમાં રમાનારી ભારત પાકિસ્તાનની મેચ પર પણ પડી શકે છે !


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કંપનીએ કહ્યું છે કે આ મોડેલના લીધે એક નવી દિશા ખૂલે છે અને આગામી સમયમાં પેટ્રોલ ડિઝલ પર આધાર રાખવો પડશે નહીં. આ કારને હાલ તો કોરિયામાં વેચવામાં આવી રહી છે. આ કારને ઉત્તર કોરિયાના બજારમાં પણ ઉતારવામાં આવશે. સોનાટા હાઈબ્રિડ કાર સોલાર રુફ સાથે આવનારી આ પ્રથમ કાર છે. આ કારના મોડેલને બીજા દેશોમાં વેચાણ માટે ઉતારવામાં આવશે નહીં પણ અન્ય મોડેલ કંપની અન્ય દેશોમાં આગામી સમયમાં ઉતારી શકે છે.

READ  RBIએ દેશની સૌથી મોટી બૅંક SBIને રૂપિયા 7 કરોડ અને યૂનિયન બૅંકને રૂપિયા 10 લાખનો દંડ ફટકાર્યો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 

 

Top News Stories From Gujarat: 18/8/2019| TV9GujaratiNews

FB Comments