સોનિયા ગાંધીનો નિર્ણય, ગુજરાત કોંગ્રેસના 300થી વધુ સભ્યોનું માળખું વિખેરાયું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું માળખું વિખેરી નાખવામાં આવ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીએ માળખું વિખેરી નાખ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને હોદ્દા પર જાળવી રાખવામાં આવ્યા છે. પ્રદેશ હોદ્દેદારો અને એક્ઝિક્યુટીવ કમિટીને વિખેરી નાખવામાં આવી છે. એવી જાણકારી મળી રહી છે કે પરફોર્મન્સના આધારે ફરીથી વરણી કરવામાં આવશે. જેને લઈને 15 દિવસ સુધીનો સમય લાગી શકે છે. 300થી વધુ સભ્યો ધરાવતી ગુજરાત કોંગ્રેસનું માળખું વિખેરી નાખવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પુલવામા આતંકી હુમલા વિરુદ્ધ અમેરિકામાં ન્યુજર્સી, ન્યૂયૉર્કથી લઈ શિકાગો સુધી રસ્તા પર ઉતર્યા હજારો INDIANS, ‘પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે ભારત’

આ પણ વાંચો :  ચોરને આવી રીતે સાઈકલની ચોરી કરતા તમે ક્યારેય નહીં જોયા હોય, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments