સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં વિપક્ષી પાર્ટીઓના નેતા રાષ્ટ્રપતિને મળ્યા, નાગરિકતા કાયદા પર વિરોધ વ્યક્ત કર્યો

sonia gandhi to head delegation meeting president ramnath kovind over citizenship amendment law and protest sonia gandhi ni adhyakshta ma vipakshi party na neta president ne malya citizenship amendment law par virodh vayakt karyo

દેશભરમાં નાગરિક્તા એક્ટને લઈ પ્રદર્શન ચાલી રહ્યું છે, ત્યારે વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત કરી. નાગરિક્તા એક્ટ પર વિપક્ષે કેન્દ્ર સરકારનો વિરોધ કર્યો છે. વિપક્ષી નેતાઓમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ, એ.કે.અંટની, પી.ચિદમ્બરમ, સપા નેતા રામગોપાલ યાદવ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે.

maharashtra-congress-sonia-gandhi-letter-shiv-sena-uddhav-thackeray-oath-taking-ceremony

 

રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પછી સોનિયા ગાંધીએ કહ્યું કે નોર્થ-ઈસ્ટના રાજ્યો અને દિલ્હીમાં સ્થિતી તણાવભરી છે. અમે રાષ્ટ્રપતિને આ મુદ્દે દખલ કરવા માટે કહ્યું છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષે કહ્યું કે પોલીસ જામિયા યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં ઘુસી. પ્રદર્શન કરવું લોકતાંત્રિક હક છે. તેમને કહ્યું કે મોદી સરકાર જનતાનો અવાજ દબાવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પુલવામા આતંકી હુમલા વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું કરી રહ્યા હતાં ? જાણો કૉંગ્રેસના એક-એક આરોપનો જવાબ આપતી હકીકત

ત્યારે TMC સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું કે અમે રાષ્ટ્રપતિને અનુરોધ કર્યો છે કે તે સરકારને તરત નાગરિકતા સંશોધન એક્ટને પાછા લેવાની સલાહ આપે. સપાના સાંસદ રામગોપાલ યાદવે કહ્યું કે અમે રાષ્ટ્રપતિને સૂચિત કર્યા કે અમે સંસદમાં જે કહ્યું હતું, તે હવે થઈ રહ્યું છે. જ્યારે લોકોમાં દહેશત ફેલાય છે તો શું થાય છે, તે તમામ લોકો જોઈ રહ્યા છે. પાકિસ્તાન પણ આ ઈચ્છે છે. સરકારે તેમને એક તક આપી દીધી.

READ  VIDEO: મની લોન્ડરિંગ કેસમાં ડી.કે શિવકુમારની ધરપકડ બાદ એક સમર્થકે રડતા-રડતા પોતાના કપડા ફાડી વિરોધ નોંધાવ્યો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદે કહ્યું કે આ કાયદો ભાગલા પાડવાનો છે. સરકારને દેશ અને નાગરિકોની ચિંતા નથી. વિપક્ષને જાણ હતી કે દેશ આ કાયદાને રદ કરી દેશે. તે થઈ રહ્યું છે. IIT અને IIM જેવી સંસ્થાઓમાં પ્રદર્શન થઈ રહ્યું છે. તેમને કહ્યું કે અસમમાં 5 લોકોના મોત થયા છે. 21 લોકો ઘાયલ થયા.

READ  કોંગ્રેસના વોકઆઉટ પર ભુપેન્દ્રસિંહનો જવાબ, કોંગ્રેસ ભાગેડું વૃત્તિ ધરાવે છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments