કાશ્મીર ઘાટીમાં આવી ખુશખબર! 28 વર્ષ પછી ખુલ્યા ‘સ્વર્ગ’ના દરવાજા, CRPFના જવાનો પછી સામાન્ય લોકોને પણ મળશે પ્રવેશ

મોટા મોટા લોખંડના દરવાજાની અંદર બેઠેલા CRPF જવાન સામે સ્ક્રીન પર શાહિદ કપૂર તેના બાઈક પર આવે છે અન શ્રદ્ધા કપૂરને ઈમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરે છે. જોર જોરથી સિટીઓ વાગવા લાગે છે.

 

આ સીન હતો દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં આવેલા ‘હેવન’નામના સિનેમા હોલનો જે લગભગ 28 વર્ષ પછી ખોલવામાં આવ્યુ, જેમાં શાહિદ કપૂરની ફિલ્મ બતી ગુલ મીટર ચાલુ અને જે.પી દત્તાની ફિલ્મ પલટન ચલાવામાં આવી. ઘાટીના સૌથી સંવેદનશીલ વિસ્તારોમાંથી એક અનંતનાગનું હેવન સિનેમા હોલ 6 માર્ચે ખોલવામાં આવ્યું. આ સિનેમા હોલમાં 40 બટાલિયન કર્મીઓએ 70MS સ્ક્રીન પર ફિલ્મ જોઈ હતી. કાશ્મીરમાં 1 સિનેમાઘર ખોલીને તેમાં ફિલ્મ ચલાવવી તે ખુબ મોટી વાત છે.

1989માં હેવન સિનેમા હોલ બનાવવામાં આવ્યો હતો

એક સ્થાનીય વેપારીની આ બિલ્ડીંગ હતી. તેમાં તેમને 1989માં સિનેમા હોલ હેવન બનાવ્યો હતો. સિનેમા હોલ બનાવ્યાના 2 વર્ષ પછી ત્યાં એક ગ્રેનેડ હુમલો થયો હતો. ત્યારબાદ સિનેમા હોલને બંધ કરવામાં આવ્યો હતો. સિનેમા હોલ બંધ કરવા માટે અલ્લાહ ટાઈગર નામના આતંકી સંગઠને ધમકી આપી હતી. તેમને કહ્યું હતું કે તે ઈસ્લામની વિરૂધ્ધ છે.

Gaam Na Samachar: Latest Happenings From Your Own District : 22-07-2019 | Tv9Gujarati

FB Comments

TV9 Webdesk 9

Read Previous

ચીનને આર્થિક મોર્ચે પડ્યો સૌથી મોટો ફટ્કો, 17 વર્ષમાં બેરોજગારી દર સૌથી ઉંચો ઝડપથી ઘટી રહી છે નોકરી

Read Next

મસૂદ અઝહરના વિરૂદ્ધ ભારતની સૌથી મોટી કૂટનીતિક જીત, ફ્રાન્સમાં જૈશની સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય

WhatsApp પર સમાચાર