વલ્ડૅકપના ઈતિહાસમાં બદલાઈ ગયા 107 કેપ્ટન પણ સૌરવ ગાંગૂલીના આ વલ્ડૅ રેકોર્ડને કોઈ તોડી શક્યુ નથી

વલ્ડૅકપના 44 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી 107 ખેલાડીઓએ કેપ્ટનશીપ કરી છે. તેમાં થોડા જ કેપ્ટનોના નામ વલ્ડૅકપ જીતવાના રેકોર્ડમાં દાખલ થયું છે પણ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગૂલીનું નામે એક એવો વલ્ડૅ રેકોર્ડ દાખલ છે કે તે અત્યાર સુધી તુટ્યો નથી.

પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગૂલીના નામે વલ્ડૅકપની એક સીઝનમાં સૌથી વધારે સદી ફટકારવાનો વલ્ડૅ રેકોર્ડ છે. 4 દાયકાથી વધારે સમયમાં વલ્ડૅકપમાં 100થી વધારે કેપ્ટને ટીમનું નેતૃત્વ કર્યુ છે પણ એવા બેટ્સમેને ઘણાં ઓછા છે જે ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટમાં તેમની છાપ છોડી શકયા હોય. તેમાંથી એક છે સૌરવ ગાંગૂલી. તેમનું નામ વલ્ડૅકપની એક પણ ટ્રોફીમાં નથી પણ ટીમ ઈન્ડિયાને તેમને જીતતા શિખવાડ્યું હતુ.

 

READ  કાશ્મીર સ્વર્ગ હતું, છે અને ભવિષ્યમાં રહેશે, કલમ 370ના નાબુદીથી આતંકવાદનો ખાત્મો થશે: અમિત શાહ

વર્ષ 2003માં વલ્ડૅકપમાં સૌરવ ગાંગૂલીની કેપ્ટનશીપ વાળી ટીમ ઈન્ડિયા ફાઈનલ સુધી પહોંચી હતી. ફાઈનલમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ હરાવી હતી પણ તે વર્ષે વલ્ડૅકપમાં સચિન તેંડુલકર પછી જો કોઈ ખેલાડીએ બેટિંગ કરી હોય તો તે હતા સૌરવ ગાંગૂલી. તેમને વલ્ડૅકપ 2003માં 11 મેચમાં 465 રન બનાવ્યા હતા. જેમાં 3 સદી સામેલ હતી.

આ પણ વાંચો: એગ્ઝિટ પોલથી રોકાણકારોનો ઉત્સાહ વધ્યો, રેકોર્ડબ્રેક ઉંચાઈએ શેર બજાર

વલ્ડૅકપના ઈતિહાસમાં એવુ પહેલીવાર હતું કે જ્યારે એક ખેલાડીએ 1 સીઝનમાં કેપ્ટન તરીકે 3 સદી ફટકારી હોય. સૌરવ ગાંગૂલી પછી બીજા નંબર પર રિકી પોન્ટિંગ હતા. તેમને તે વલ્ડૅકપમાં 2 સદી ફટકારી હતી. લગભગ 16 વર્ષ પહેલા બનેલો આ રેકોર્ડ આજ પણ કોઈ તોડી શક્યું નથી. ત્યારબાદ વલ્ડૅકપના 3 સીઝન રમાઈ છે પણ કોઈ પણ કેપ્ટન 2 સદી પણ ફટકારી શક્યો નથી.

READ  ગાંધીનગર-કોબા પાસે ફાયરિંગનો બનાવ, ૭૫ વર્ષના વૃદ્ધનું મોત

 

Oops, something went wrong.
FB Comments