ઈંગ્લેન્ડની સામે ડે-નાઈટ ટેસ્ટ મેચ દુનિયાના સૌથી મોંઘા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાય તેવી સંભાવના

sourav ganguly says india will play day night test by pink ball against australia and england england ni same day-night test match duniya na sauthi mangha sardar patel cricket stadium ma ramay tevi sambhavna

ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડની સામે આવતા વર્ષે ઘર આંગણે રમવામાં આવનારી બીજી ટેસ્ટ મેચ ગુલાબી બોલથી રમશે. આ મેચ ગુજરાતમાં રૂપિયા 700 કરોડનાં ખર્ચે બનેલા મોટેરા સ્ટેડિયમમાં રમાવાની સંભાવના છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના આગામી પ્રવાસ દરમિયાન પણ ભારત ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે. જેની પુષ્ટિ BCCIનાં અધ્યક્ષ અને ભારતીય ટીમના કેપ્ટન રહી ચૂકેલા સૌરવ ગાંગુલીએ કરી છે.

Image result for sardar patel stadium

 

ગુલાબી બોલથી રમવા પહેલા ઓસ્ટ્રેલિયન બોર્ડે કરી હતી ઓફર

વર્ષ 2018-19માં ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે 4 ટેસ્ટ મેચની સિરીઝ માટે ગુલાબી બોલથી રમવાની ઓફર કરી હતી. આ પહેલા હંમેશા ભારતની ટીમ ગુલાબી બોલથી રમવા માટે ખચકાતી હતી અને અનુભવના અભાવનું કારણ આગળ ધરતા હાથ પાછળ ખેંચી લેતી. ગુલાબી બોલથી રમાવાની શરુઆત 2015માં થઈ હતી. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ડે-નાઈટ ટેસ્ટમાં પહેલી વાર ગુલાબી બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પછી પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડીઝ, સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે જેવા દેશોએ ગુલાબી બોલથી ટેસ્ટ રમવાની શરુઆત કરી. પરંતુ 2019નાં અંત સુધી ભારત તેમાંથી બકાત રહ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરતમાં ઝડપાયું સસ્તા અનાજનું કૌભાંડ! સ્થાનિકોએ રેડ કરી ઘઉં ભરેલો ટેમ્પો ઝડપ્યો

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે ડે-નાઈટ ટેસ્ટ

ઈંગ્લેન્ડ સામે રમાનારી આગામી ટેસ્ટ મેચ અમદાવાદમાં બનેલા દુનિયાના સૌથી મોંઘા સરદાર પટેલ સ્ટેડિયમમાં રમાય તેવી શક્યતા છે. ક્રિકેટ બોર્ડની યોજના છે કે દરેક આવનારી દરેક ડે-નાઈટ ટેસ્ટનું આયોજન આપણાં દ્વારા કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. ભારતે પોતાની પહેલી ટેસ્ટ મેચ ગયા વર્ષે નવેમ્બરમાં કોલકત્તાના ઈડન ગાર્ડન મેદાનમાં બાંગ્લાદેશ સામે રમીને સરળતાથી જીત હાંસલ કરી હતી.

READ  News Headlines @ 2 PM : 22-10-2018 - Tv9


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો ડ્રીમ પ્રોજેક્ટ ‘મોટેરા સ્ટેડિયમ’

મોટેરા સ્ટેડિયમનાં નામે જાણીતું સરદાર પટેલ સ્ટેડિયમ PM નરેન્દ્ર મોદી અને અમિત શાહનો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે. તેનો પાયો ત્યારે નખાયો હતો, જ્યારે અમિત શાહ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ હતા. જૂના સ્ટેડિયમને 2015માં સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યું હતું. જેથી આધુનિક સુવિધાઓથી સજ્જ નવા સ્ટેડિયમનું નિર્માણ કરી શકાય. તેને બનાવવામાં આશરે 700 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જૂના સ્ટેડિયમમાં 53,000 લોકોની બેસવાની સુવિધા હતી. જ્યારે હવે 1 લાખ 10 હજાર લોકો ત્યાં એકસાથે બેસી મેચનો આનંદ લઈ શકશે.

READ  ભાવનગરની મહુવા APMCમાં બાજરાના ભાવ રહ્યા રૂ.2310, જાણો જુદા-જુદા પાકોના ભાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments