સૌરવ ગાંગુલીની પાસે નહતો આ પ્રશ્નનો જવાબ, કહ્યું કે વડાપ્રધાન મોદીને પૂછો

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટની દુનિયામાં ‘દાદા’ના નામથી જાણીતા સૌરવ ગાંગુલી હવે BCCIના અધ્યક્ષ બની ગયા છે. તે 23 ઓક્ટોબરે તેમનો કાર્યભાર સંભાળશે. સૌરવ ગાંગુલીએ BCCIના અધ્યક્ષ બનવાની સાથે પોતાનું વિઝન લોકોની સામે રાખી દીધુ છે. તેમને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પર ખાસ ધ્યાન આપવાની વાત કરી છે. કોલકત્તામાં મીડિયા સાથે વાતચીત દરમિયાન સૌરવ ગાંગુલીને ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ સંબંધો પર પણ પ્રશ્ન પૂછ્યો જેનો તેમને રસપ્રદ જવાબ આપ્યો છે.

READ  ભારત પાકિસ્તાનની વચ્ચે વધ્યો તણાવ, પાકિસ્તાન લઈ શકે છે આ પગલુ

સૌરવ ગાંગુલીએ ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટ સંબંધો પર સીધો જવાબ આપતા કહ્યું કે વડાપ્રધાન મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન જ આ બંને દેશોની વચ્ચે સીરીઝનો નિર્ણય લઈ શકે છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે તમારે આ પ્રશ્ન વડાપ્રધાન મોદીજી અને ઈમરાન ખાનને પુછવો જોઈએ. ગાંગુલીએ કહ્યું કે જ્યારે સરકાર તરફથી અનુમતિ મળશે ત્યારે કંઈક થશે, આ પ્રશ્નનો મારી પાસે કોઈ જવાબ નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પત્રકારે પૂછ્યું કે શું PM મોદી તમે સાધના સમયે આવી પ્રાર્થના કરી હતી કે, ચૂંટણીમાં તમારી જીત થશે, જાણો શું આપ્યો જવાબ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારત અને પાકિસ્તાનની વચ્ચે 2007 પછી કોઈ ટેસ્ટ સીરીઝ રમાઈ નથી. આ બંને ટીમ માત્ર ICC ટૂર્નામેન્ટ અને એશિયા કપમાં એકબીજાની સામે રમે છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે જેમ સરકાર કહેશે BCCI તેનું પાલન કરશે.

READ  ભાજપના યુવા મોરચા દ્રારા લોકસભાની ચૂંટણી પહેલા યુવાનોના હ્દય જીતવા માટેનો અનોખો પ્રયાસ શરૂ કર્યો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

CCTV: 2 killed in multi-vehicle crash in Kadi-Mehsana| TV9News

FB Comments