આકરી ગરમીથી પરેશાન લોકો માટે મોટી રાહતના સમાચાર, ભારતના આ વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ

દેશભરમાં આકરી ગરમીથી પરેશાન લોકો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. નૈઋત્યનું ચોમાસુ આગામી 72 કલાકમાં કેરળના તટ પર ટકરાય તેવી શક્યતા છે. નૈઋત્યનું ચોમાસુ હાલમાં શ્રીલંકા પહોંચ્યું છે. જે આગામી ત્રણ દિવસમાં જ ભારત પહોંચશે. અને કેરળમાં ધમાકેદાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગએ કહ્યું હતુ કે બંગાળની ખાડીના દક્ષિણ ભાગથી આવતા પવનથી ચોમાસાને આગળ વધવામાં મદદ થાય છે.

READ  અભિનંદનની વતન વાપસી સમયે જન્મ્યું બાળક, માતાએ પુત્રનું નામ રાખ્યું ‘અભિનંદન’

હવામાન વિભાગ પ્રમાણે પ્રી-મોનસુનના વરસાદની આંધ્ર પ્રદેશના ઘણા ભાગોમાં શરૂ થઈ છે.આનાથી ખેડૂતો ખરીફ પાકની વાવણી કરવામાં મદદ મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments