પૃથ્વી બહારની વસ્તુઓની ‘અણમોલ’ હરાજી! જાણો કેટલામાં વેચાયા ચંદ્રના ખડકો અને અમેરિકી અંતરિક્ષયાત્રીના સ્પેસ સૂટ!

ચંદ્રમાના ખડકો માટે 8.5 લાખ ડોલરની લાગી બોલી! અમેરિકી અંતરિક્ષ યાત્રીના સ્પેસ સૂટની અધધ કિંમત મળી!

દુર્લભ હીરા, પેઈન્ટિંગ, શસ્ત્રો કે મહેલોની હરાજી વિશે તમે સાંભળ્યું હશે. પરંતુ તમને કોઈ કહે કે અંતરિક્ષ બહારની ચીજવસ્તુઓની હરાજી કરવામાં આવી તો આ વાત સાંભળીને આશ્વર્ય જરૂર થાય. પરંતુ વાત સો આની સાચી છે. વિશ્વની એક અનોખી હરાજીમાં ચંદ્રમાના ખડક લેવા માટે કરોડોની બોલી લાગી. ચંદ્રના ખડકોની 8.5 લાખ ડોલરની કિંમત મળી.

READ  સવર્ણોને 10 ટકા અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટે એક ઝાટકે સંભળાવી દીધો પોતાનો ચુકાદો, વાંચો અહેવાલ અને જાણો સુપ્રીમ કોર્ટે શું વલણ અપનાવ્યું ?

અપોલો 8 મિશનની 50મી વર્ષગાંઠના મહિના પૂર્વે હરાજી
જેમિની સ્પેસ સૂટનું 1,62,500 ડોલરમાં વેચાણ થયું
નાસાએ અંતરિક્ષ યાત્રી પેટ કોનરાડ માટે બનાવ્યો હતો
1963થી 1965 વચ્ચે તૈયાર કરાયો હતો સ્પેસ સૂટ

ચંદ્રમાના નાના ટુકડાની વાસ્તવિક કિંમત સાતથી લઈને 10 લાખ ડોલર હતી. જેના પર ટેક્સ અને કમિશન લાગતા અંતે 8.5 લાખ ડોલરની કિંમત ઉપજી. રશિયા દ્વારા 1970માં ચંદ્રમા પર માનવ રહિત લૂના-16 યાન મોકલાયું હતું જેના થકી ખડકોના ત્રણ નાના ટુકડા મળ્યા હતા. જે સૌથી પહેલા સોવિયત સંઘના અંતરિક્ષ કાર્યક્રમની ડાયરેક્ટર નીના ઈવાનોવ્ના પાસે હતી. બાદમાં ભેટ તરીકે તે સગેઈ પાવલોવિચ કોરોલેવના અધિકાર ક્ષેત્રમાં આવી. કોરોલેવના દિવંગત પતિના યોગદાનને કારણે USSRએ તે ભેટ આપી હતી. જે પહેલા 1993માં સૂદબીજ હરાજીમાં વેચાઈ. નાસા દ્વારા 1963 થી 1965 વચ્ચે અમેરિકી અંતરિક્ષ યાત્રી પેટ કોનરાડ માટે તૈયાર કરાયેલા જેમીની સ્પેસ સૂટના 1,62,500 ડોલર મળ્યા.

READ  સઉદી અરબમાં આરામકોના તેલ પ્લાન્ટ પર ડ્રોનથી હુમલા બાદ વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતમાં ભડકો, ભારતને થશે આ અસર

[yop_poll id=113]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

An increase in the number of vehicles increases air pollution | Tv9GujaratiNews

FB Comments