અખિલેશે સ્વીકાર્યું કે મહાગઠબંધન નિષ્ફળ ગયું, માયાવતી વિશે પણ કરી આ ટિપ્પણી

લોકસભાની ચૂંટણીમાં ભાજપની સામે મહાગઠબંધન ટક્કર આપી શક્યું નથી. માયાવતી અને અખિલેશે આ બાબતને સ્વીકારી લીધી છે અને હવે આગામી પેટા ચૂંટણીઓમાં માયાવતી અને અખિલેશ એકબીજાથી અલગ થઈને લડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અખિલેશે આ બાબતે કહ્યું કે આ એક પ્રયોગ હતો જે નિષ્ફળ રહ્યો અને તેના લીધે અમારી ખામીઓ ઉજાગર થઈ શકી. તેમણે વધુમાં ઉમેર્યું કે આ નિષ્ફળતાને લઈને આગામી સમયમાં પાર્ટીની સાથે ચર્ચા પણ કરવામાં આવશે. અખિલેશે કહ્યું કે હું વિજ્ઞાનનો વિદ્યાર્થી રહ્યો છું. જ્યાં પ્રયોગ થાય છે અને તેમાંથી કેટલાંક પ્રયોગો નિષ્ફળ પણ થતા હોય છે ત્યારે તમને એવો અહેસાસ થાય ક્યા ખામી રહી ગયી. છતા પણ હું આજે કહેવા માગીશ કે અને મે ગઠબંધન કરતી વખતે પણ કહ્યું હતું કે માયાવતીજીનું સન્માન મારુ સન્માન છે.

 

READ  એન્જિનિયરે કરી દૂધીની ઓર્ગેનિક ખેતી, જુઓ VIDEO
માયાવતીએ કહ્યું કે સંબંધ એજ રહેશે અને ગઠબંધન નહીં રહે. જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસને પણ ગઠબંધનમાં સામેલ કરવામાં આવી નહોતી અને સમાજવાદી પાર્ટીની સાથે બીએસપી તેમજ રાલોદએ સાથે મળીને ચૂંટણી લડી હતી. ગઠબંધનને માત્ર 15 સીટ જ મળવાથી આ નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે.
Oops, something went wrong.
FB Comments