શ્યામલ વિસ્તારથી માણેકબાગ ચાર રસ્તા તરફ એક કાર વિચિત્ર રીતે દીવાલમાં ઘૂસી જતાં લોકોમાં કુતૂહલ

અમદાવાદ શહેરના શ્યામલ રોડ પરથી માણેકબાગ ચાર રસ્તા તરફ એક કાર દીવાલમાં ઘૂસી જતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. કારમાં હાજર પિતા અને બે પુત્રનો આબાદ બચાવ થયો. શિવરંજનીમાં રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા રૂપેશ મોદી તેમના પુત્રને કાર શીખવાડવા માટે શ્યામલ પાસેના મેદાનમાં કાર ચલાવતા હતા.

આ પણ વાંચોઃ PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ મહાત્મા મંદિરની જાળવણીની જવાબદારી પ્રાઈવેટ કંપનીને સોંપાઈ

પુત્ર સાથે વાતોમાં પડી ગયેલા પિતાને ઘ્યાન ન રહેતા એક્સલરેટર પર પગ મુકતા કારે સ્પીડ પકડી હતી. અને મેદાનની સામે આવેલી સોસાયટીની દિવાલમાં કાર ઘુસી ગઈ. જોકે કાર અકસ્માતમા કારમા સવાર પિતા અને બે પુત્રનો બચાવ થતા મોટી દુર્ધટના ટળી હતી. સાથે જે અકસ્માત સમયે રોડ પર સામે કોઈ વાહન ન આવતા અન્ય વાહનચાલકોનો પણ આબાદ બચાવ થયો.

READ  સુરતમાં ધોળે દિવસે ચોરી! કારનો કાચ તોડીને કરી રૂ.3.5 લાખની ચોરી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments