દેશના 4 લોકો પાસે છે ભારતની સૌથી સુરક્ષિત SPG સુરક્ષા જેમાં 3 કોંગ્રેસી નેતા છે!

ભારતમાં એસપીજી સુરક્ષા માત્ર 4 લોકોને આપવામાં આવી રહી છે જેમાં અમિત શાહનો સમાવેશ થતો નથી. એસપીજી ભારતનું સૌથી આધુનિક યુનિટ છે અને તેઓ એવા નેતાઓેને સુરક્ષા આપે છે જેના જીવ પર ખતરો હોય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  ભાવનગરના સાડા રતનપર ગામે નદીમાં ડૂબી જવાથી પાંચના મોત, જુઓ VIDEO

ભારતમાં જે 4 લોકો પાસે એસપીજી સુરક્ષા છે તેમાં પીએમ મોદી, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીનો સમાવેશ થાય છે. એસપીજી પાસે આશરે 3000 જવાનો છે જેને આકરી તાલીમ આપવામાં આવે છે. આખી જિંદગીમાં હજારો રાઉન્ડ ફાયરિંગ કરીને તેઓની પસંદગી કરાઈ છે. તેઓ અત્યાધુનિક હથિયારોથી સજજ હોય છે. વીવીઆઈપી આવ્યા પહેલાં જ એસપીજીનો દસ્તો આવી જાય છે અને તેમની પાસે વિશેષ અધિકાર હોય છે જેના લીધે રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશોને તમામ સુવિધાઓ તેમની આપવાની રહે છે.

READ  રાજ્યસભામાં SPG બિલ થયું રજૂ, ગૃહમંત્રી અમિત શાહના ગાંધી પરિવાર પર આકરા પ્રહારો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એસપીજીની ટીમમાં કમાન્ડો પણ હોય છે. તેઓ અંધારામાં જોઈ શકે તેવા ચશ્માથી સજ્જ, અત્યાધુનિક રાયફલ, સંચાર-ઉપકરણો અને BMW 7 સિરીઝની બુલેટપ્રૂફ ગાડીઓ હોય છે.

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments