અનામત અને શહીદ પરિવારોને ન્યાય અપાવવા SPG દ્વારા કાઢવામાં આવી પાટીદાર ન્યાયયાત્રા

nyay yatra carried out by SPG

nyay yatra carried out by SPG

અમદાવાદમાં આજે SPG દ્વારા ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પાટીદાર ન્યાયયાત્રા કાઢવામાં આવી હતીશહીદ પરિવારોને ન્યાય અપાવવા, ખેડૂતોના દેવા માફ કરવા ,પાટીદાર અનામત મામલે ઝડપથી ઉકેલ લાવવામાં આવે તેવી માગ સાથે રેલી કાઢી હતીઆ ઉપરાંત સરકારે આપેલા વચનો પૂરા ન કર્યા હોવાનો આક્ષેપ કર્યો છેપાટીદાર આંદોલન વખતે શહીદ થયેલા તમામ મૃતકોને યોગ્ય વળતર મળે તેવી જાહેરાત કરી હોવા છતાં વળતર ન મળ્યા હોવાનો પણ આરોપ મૂક્યો છેઆ બધા જ મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે પાટીદાર સમાજ ગાંધીનગર જઈ આવેદનપત્ર આપ્યું હતું.

nyay yatra carried out by SPG

SPG પ્રમુખ લાલજી પટેલે જણાવ્યું હતું કે પાટીદાર સમાજ સાથે સરકાર અન્યાય કરી રહી છે.પાટીદાર સમાજ સાડા ત્રણ વર્ષથી લડી રહ્યો છે.મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને અનામત મળે તો ગુજરાતમાં પાટીદાર સમાજને કેમ નહીં? .શહીદ પરિવારોને ન્યાય આપવાનું વચન સરકારે આપ્યું હતું પણ પૂરું કર્યું નથી. એક બે શહીદ પરિવારોને બાદ કરતાં અન્ય પરિવારોને વળતર કે સરકારી કે અર્ધ સરકારી નોકરી આપી નથી.બહેરી સરકારને જગાડવા માટે આ યાત્રા છે.

SPG chief Lalji Patel

ખેડૂતોના દેવા માફી અંગે SPG પ્રમુખ લાલજી પટેલે જણાવ્યું હતું કે MP અને છત્તીસગઢમાં સરકાર ખેડૂતોનું દેવું માફ કરી શકે તો ગુજરાતમાં કેમ નહીં?  ગુજરાતમાં 26 વર્ષથી ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. સરકાર ઈચ્છે તો ખેડૂતોનું દેવું માફ કરી શકે છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=274]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

News Headlines @ 4 PM : 26-06-2019 | Tv9GujaratiNews

FB Comments

Dipen Padhiyar

Dipen Padhiyar Principal Correspondent TV9 Gujarat Ahmedabad

Read Previous

ગુજરાતના બહુચર્ચિત લોકરક્ષક દળ પેપર લીક કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, પૂછપરછમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

Read Next

નોકરી છોડી ક્રિકેટ કર્યું હતું પસંદ, હવે IPLમાં મળ્યા 8.4 કરોડ! જાણો કોણ છે આ રહસ્યમયી ક્રિકેટર?

WhatsApp પર સમાચાર