
છોટા ઉદેપુરની સરકારી શાળાના શિક્ષકોની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં રોડધા ગામની પ્રાથમિક શાળામાં દૂધ સંજીવની યોજના દ્વારા વિદ્યાર્થીઓ માટે આવતું દુધ રોજે રોજ બગડી જતું હોવાની ઘટના સામે આવી છે. શાળાના વિદ્યાર્થીઓમાંથી કુપોષણ દૂર થાય અને બાળકોને પોષ્ટિક આહાર મળે તેવા હેતુસર સરકાર દુધ સંજીવની યોજના દ્વારા શાળાઓમાં દૂધ આપે છે, પરંતુ શિક્ષકોની નિષ્કાળજીના કારણે દૂધનો આ જથ્થો બગડી જતો હોવાની ઘટના સામે આવી છે. દ્રશ્યોમાં જોઇ શકાય છે કે જે દૂધનું કેરેટ વિદ્યાર્થીઓ લઇને જઇ રહ્યા છે. તેમાં રહેલું દૂધ બગડી ગયુ છે અને આવા બગડી ગયેલા દૂધના જથ્થાને નદીમાં વહેવડાવીને નાશ કરવામાં આવે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદનું વિઘ્ન! 4 દિવસ સુધી રાજ્યભરમાં થશે સાર્વત્રિક વરસાદ, જુઓ VIDEO
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો