મોદી સરકારના આ પ્રચંડ પ્રહારના કારણે POKમાં ધૂળ ખાઈ રહ્યા છે પાકિસ્તાનના કરોડો રૂપિયાના ક્રિકેટ સ્ટમ્પ, બૉલ, બૅટ, પૅડ, ગ્લબ્ઝ, હૉકી સ્ટિક અને…

પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક કાર્યવાહીઓ કરી કે જેમાં એક હતી પાકિસ્તાનથી આવનાર માલ પર 200 ટકા કસ્ટમ ડ્યૂટી.

 

ભારતે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનલ (MFN)નો દરજ્જો પાછો ખેંચવાની સાથે જ ઇમપોર્ટ પર 200 ટકા ડ્યૂટી લગાવી દીધી હતી અને મોદી સરકારના આ નિર્ણયથી પાકિસ્તાનના ખેલ સામાન કારોબારીઓની હાલત કફોડી બની ગઈ છે.

READ  VIRAL કેટલું રીઅલ ? : મદ્રેસામાં ધાર્મિક ભેદભાવના શિક્ષણનું સત્ય

અટારી બૉર્ડર પર પાકિસ્તાની ખેલ સામાન (SPORTS GOODS) કારોબારીઓનો કરોડો રૂપિયાનો માલ ધૂળ ખાઈ રહ્યો છે, કારણ કે ભારે ઇમપોર્ટ ડ્યૂટીના પગલે ભારતના કારોબારીઓ આ માલ લેવા તૈયાર નથી. સરહદ પારથી સ્પોર્ટ્સ ગુડ્સ ઇમપોર્ટ કરનાર જાલંધરના ઘણા ડીલર્સ કહી હ્યા છે કે પાકિસ્તાનથી ઇમપોર્ટ ઠપ થઈ ગયું છે. હાઈ ક્વૉલિટી સ્પોર્ટ્સ ગુડ્સના ટૉપ પ્રોડ્યુસર્સમાં સામેલ પાકિસ્તાન ગ્લોબલ બ્રાંડ્સના બૉલથી લઈ ફુટબૉલ, વૉલીબૉલ, ક્રિકેટ, રગ્બીથી લઈ હૉકી સ્ટિક, પૅડ, ગ્લબ્સ, નેટ, સ્પોર્ટ્સવૅરથી લઈ તમામ ખેલ સામાન સપ્લાય કરે છે. આમાંથી અનેક આઇટમ્સ ભારત મંગાવવામાં આવે છે, પરંતુ હાલ આ કરોડોનો માલ અટારી બૉર્ડર પર પાકિસ્તાનમાં ધૂળ ખાઈ રહ્યો છે.

READ  મોરબીમાં દોઢ ઈંચ તો હળવદમાં સાડા 3 ઈંચ વરસાદ પડ્યો, ખેડૂતપુત્રોમાં આનંદની લાગણી

Top 9 Business News Of The Day: 22/2/2020| TV9News

FB Comments