ડેનમાર્કના વિઝાને લઈ મુશ્કેલીમાં બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલે વિદેશ પ્રધાનને Tag સાથે કર્યું Tweet

બેડમિન્ટન ગેમમાં સૌથી પહેલુ નામ ધરાવતા સાઈના નેહવાલ વિઝા મેળવવાની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જેને લઈને સાઈનાએ વિદેશ મંત્રાલય પાસે ટ્વીટ દ્વારા મદદની માગણી કરી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં વિજ્યા દશમીના પર્વ નિમિત્તે પોલીસ કચેરી ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

ડેનમાર્ક ઓપન ટાઈટલ BWF સુપર 750 ટુર્નામેન્ટનું આયોજન થયું છે. જે 15થી 20 ઓક્ટોબર સુધી ઓડેન્સમાં યોજાવાની છે. સાઈના નેહવાલે વિદેશ પ્રધાન એસ.જયશંકરને ટેગ સાથે ટ્વીટ કર્યું છે. જેમાં સાઈનાએ પોતાના અને ટ્રેનર માટે ડેનમાર્ક જવા વિઝા સંબંધિત મદદ માગી છે. આગામી સપ્તાહમાં સાઈનાને ઓડેન્સમાં ટુર્નામેન્ટ રમવા પહોંચવાનું છે પરંતુ હજુ સુધી વિઝા મળ્યા નથી. આગામી મગળવારથી આ રમત શરૂ થવાની છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વિઝા મેળવવા બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ કરવું પડ્યું ટ્વીટ, જાણો પછી શું થયું?

મહત્વનું છે કે, નવા નિયમ મુજબ જે તે વ્યક્તિને વિઝા મેળવવા માટે દિલ્હી ખાતે દૂતાવાસમાં રૂબરુ જવું પડે છે. જો કે બેડમિન્ટન એસોસિએશને દૂતાવાસને પત્ર દ્વારા રૂબરુ હાજરમાંથી છૂટ આપવા વિનંતી કરી હતી. જેનો જવાબ મળ્યો નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગુજરાતની 2 રાજ્યસભા સીટ માટે કાલે ચૂંટણી, 182માંથી 175 ધારાસભ્યો કરી શકશે મતદાન

 

 

FB Comments