કોરોના વાઈરસના લીધે વિશ્વમાં ફફડાટ, આ દેશમાં ચીની નાગરિકોના આવવા પર કડક નિયમ

sri-lanka-prohibits-visa-of-chinese-citizens Due to Corona virus

કોરોના વાઈરસના લીધે ચીનમાં ટપોટપ લોકો તેના શિકાર બની રહ્યાં છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે અન્ય લોકોમાં આ વાઈરસ ના ફેલાય તે માટે અલગથી હોસ્પિટલ બનાવવાની ફરજ પડી રહી છે. વિશ્વમાં ચીનની સ્થિતિને લઈને શ્રીલંકાએ ચીની નાગરિકોની વીઝા પ્રોસેસને અટકાવી દીધી છે. ચીનના યાત્રીઓ શ્રીલંકામાં સફર કરી શકશે નહી. વિઝા ઓન અરાઈવલ સુવિધા ચીનના નાગરિકો માટે બંધ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભારતમાં કોરોના વાયરસના 5,927 કેસ, સૌથી વધુ કેસ આ રાજ્યમાં નોંધાયા

Gujarat origin students returning from China following Corona virus outbreak

આ પણ વાંચો :  રાજ્ય સરકારે ખેડૂતોના લાભ માટે વધુ એક નિર્ણય: 4 લાખ 80 હજાર ખેડૂતોને હોર્સ પાવર ટેરિફમાં લાભ મળશે 

ચીની યાત્રિકો માટે વીઝા ઓન અરાઈવલની જે સુવિધા હતી તેને શ્રીલંકાની સરકાર દ્વારા બંધ કરી દેવાઈ છે. આ સિવાય હવે જો ચીનના લોકોને શ્રીલંકા આવવું હશે તો ઓનલાઈન નોંધણી કરાવવી પડશે. જે બાદ શ્રીલંકામાં પ્રવેશ મેળવી શકાશે.

READ  અન્ન સુરક્ષા ધારા હેઠળ 66 લાખ કુટુંબોને સોમવારથી 1 હજાર રૂપિયાની સહાય કરાશે: અશ્વિની કુમાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ચીનમાં કોરોના વાઈરસના લીધે અત્યાર સુધીમાં 106 લોકોના મોત નીપજ્યા છે. અધિકારીઓએ આપેલી જાણકારી અનુસાર ચીનમાં આ 1300 નવા કેસ સામે આવ્યા છે. આમ શ્રીલંકાએ એક વ્યક્તિમાં કોરોના વાઈરસની અસર દેખાયા બાદ આ નિર્ણય લીધો છે.

READ  જૂનાગઢ: ખોટી માહિતી ફેલાવતા પૂર્વ મેયરના પુત્ર સહિત ચાર સામે નોંધાયો ગુનો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments