શ્રીલંકાની સેનાનો દાવો, 8 સીરીયલ બોમ્બ બ્લાસ્ટ કરનારા આતંકવાદીઓએ ભારતના આ 2 રાજ્યમાં ટ્રેનિંગ લીધી હતી

શ્રીલંકાના કોલંબો શહેરમાં ઈસ્ટરના દિવસે જ 8 સીરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા અને તેમાં 253 લોકોના મોત થયા હતા ત્યારે 500થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા.

શ્રીલંકાનું કોલંબો શહેર પવિત્ર ઈસ્ટર તહેવારના દિવસે જ ધમધમી ઉઠ્યું હતું. ચર્ચેો અને ખાનગી હોટેલોને નિશાન બનાવીને સીરિયલ બ્લાસ્ટ થયા હતા. આ હુમલાની તપાસનું પગેરું હવે ભારતમાં આવી પહોંચ્યું છે અને શ્રીલંકાના સેના પ્રમુખે કહ્યું કે આતંકીયોએ ભારતમાં કાશ્મીર અને કેરલ રાજ્યમાં પોતાનો અડ્ડો બનાવ્યો હતો. શ્રીલંકાના એક અધિકારીના જણાવ્યા મુજબ ભારતે પણ આ હુમલાને લઈને શ્રીલંકાને કેટલાંક ઈનપુટ આપ્યા હતા અને તે શ્રીલંકાએ પણ સ્વીકાર્યું છે.

READ  વરસાદના લીધે રાજકોટના ડેમમાં પાણીની આવક, આજી,ન્યારી અને ભાદરની સપાટી વધી

 

 

જનરલ મહેશ સેનાનાયકે કહ્યું કે આતંકીયોએ કાશ્મીર, બેંગ્લૂરુ અને કેરલની યાત્રા કરી હતી. અમારી પાસે આ બાબતની જાણકારી પણ ઉપલબ્ધ છે. જ્યારે કાશ્મીર બાબતે પુછવામાં આવ્યું ત્યારે સેનાનાયકે કહ્યું કે તેમની ગતિવિધી સ્પષ્ટ નથી પણ તેઓ તાલીમ લેવા માટે કે અન્ય આતંકી સંગઠનો સાથે સંપર્ક સ્થાપવાના મકસદ માટે ત્યાં ગયા હતા.

READ  '26 અનાર 150 બિમાર',ગુજરાતની 26 બેઠકો માટે ભાજપને મળ્યા 150 ટિકિટ વાંચ્છઓ, શું 12 જૂનાજોગીઓની ટિકિટ પણ કપાશે ?

સીરીયલ બોમ્બ બ્લાસ્ટની જવાબદારી ખૂંખાર આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે લીધી છે પણ શ્રીલંકા સરકારનું માનવું છે સ્થાનિક સંગઠન નેશનલ તોહાદી જમાતે આ ઘટનાને અંજામ આપ્યો છે. આમ શ્રીલંકામાં થયેલાં સીરીયલ બોમ્બ બ્લાસ્ટમાં હવે આતંકીયોએ ભારતમાં તાલીમ લીધી હોય તેવી તેવી બાબતો સામે આવી રહી છે.

 

A youth arrested with fake documents at Ahmedabad airport | Tv9GujaratiNews

FB Comments