‘આતંકિસ્તાનમાં ક્રિકેટ નહી’, શ્રીલંકાની ટીમના ખેલાડીઓએ પાકિસ્તાન જવાથી ઈનકાર કર્યો

પાકિસ્તાની ક્રિકેટને મોટો ઝટકો લાગ્યો છે. શ્રીલંકાની ક્રિકેટ ટીમના 10 ખેલાડીઓએ પાકિસ્તાની પ્રવાસ પર જવાથી સાફ ઈનકાર કરી દીધો છે. આ ખેલાડીઓમાં વન-ડે ટીમના કેપ્ટન દિમુથ કરૂણારત્ને, ટી-20 કેપ્ટન લસિથ મલિંગા, પૂર્વ કેપ્ટન એન્જેલો મૈથ્યૂઝ જેવા સીનિયર ખેલાડી સામેલ છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી છે.

શ્રીલંકા બોર્ડે જણાવ્યું કે પ્રવાસ માટે ટીમમાં સામેલ ખેલાડીઓને સુરક્ષાની વ્યવસ્થાને લઈને જાણકારી આપવામાં આવી હતી પણ 10 ખેલાડીઓને તેમાંથી હટવાનો નિર્ણય કર્યો છે. 6 મેચની સીરીઝ માટે 27 સપ્ટેમ્બરથી પ્રવાસ શરૂ થવાનો કાર્યક્રમ છે. તે પહેલા શ્રીલંકાના રમત મંત્રી હેરિન ફર્નાડોએ કહ્યું હતું કે ખેલાડીઓના પરિવારોએ સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ત્યારબાદ બોર્ડે તેમના ખેલાડીઓની ચિંતાઓને ધ્યાનમાં લઈને 9 સપ્ટેમ્બરે બેઠક કરી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  PM મોદીની ફરી ગર્જના : ‘અભિનંદનનો અર્થ જ બદલાઈ ગયો, આ દેશ અર્થ બદલવાની તાકાત ધરાવે છે, હિન્દુસ્તાન જે પણ કરશે, દુનિયા ધ્યાનથી જુએ છે’, VIDEO

પાકિસ્તાન પ્રવાસ પર જવાથી ઈનકાર કરનારા 10 ખેલાડીઓમાં લસિથ મલિંગા, એન્જલો મૈથ્યૂઝ, નિરોશન ડિકવેલા, કુશલ પરેરા, ધનંજય ડી સિલ્વા, થિસારા પરેરા, અકિલા ધનંજય, સુરંગા લકમલ, દિનેશ ચાંડીમલ અને દિમુથ કરૂણારત્ને સામેલ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  10 સરકારી બૅન્કોનું વિલીનીકરણ, જાણો ગ્રાહકો પર શું અસર પડશે

 

 

શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા રજૂઆત મુજબ બોર્ડે ખેલાડીઓની સુરક્ષાની વ્યવસ્થા પર વાત કરી હતી અને સાથે જ ખેલાડીઓને આ વિકલ્પ પસંદ કરવાની સ્વતંત્રતા આપી હતી કે તે જાતે નક્કી કરે કે તેમને પાકિસ્તાન પ્રવાસ પર જવું જોઈએ કે નહીં. ઉલ્લેખનીય છે કે 2009માં શ્રીલંકાની ટીમ પર પાકિસ્તાનમાં હુમલો થયો હતો. આ આતંકી હુમલામાં શ્રીલંકાના ઘણા ખેલાડી ઘાયલ પણ થયા હતા.

READ  પાકિસ્તાનની આ ઈમારતો પર આજે પણ લખાયેલું છે ભારતનું નામ!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Mumbai: Shivsena leaders' meeting chaired by chief Uddhav Thackeray, to be held at Matoshree | Tv9

FB Comments