શ્રીદેવીના મોતને લઈને કેરળના ડીજીપી કર્યો એવો દાવો કે બોની કપૂરે કહ્યું ‘આવી વાતો તો થતી રહેશે!’

અભિનેત્રી શ્રી દેવીના મોતને લઈને કેરળના જેલ ડીજપી ઋષિરાજ સિંહ દ્વારા એક ખૂલાસો કરવામાં આવ્યો છે. આ ખૂલાસા બાદ સોશિયલ મીડિયમાં પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

શ્રી દેવીના મોતને લઈને ડીજીપીએ કહ્યું કે આ કોઈ સામાન્ય મોત નથી આ મર્ડર છે. તેમણે કહ્યું કે શ્રી દેવીનું મોચ બાથટબમાં ડૂબી જવાથી નથી પણ થયું પણ તેમનું મર્ડર થયું છે. આ નિવેદન સાથે તેમણે પોતાના મિત્ર તેમજ ફોરેન્સિક સર્જન ડૉ. ઉમાદથનનો પણ ઉલ્લેખ કર્યો છે. ડૉ.ઉમાદથનનો એવો દાવો છે કે કોઈપણ નશામાં હોય તો એક ફૂટના બાથટબમાં ડૂબીને મરી શકે નહીં. આ દાવાના આધારે ડીજીપીએ નિવેદન આપ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બોની કપૂર આ દાવાને વાહિયાત ગણાવી દીધો અને કહ્યું કે આવી વાતો તો થતી જ રહેવાની. તેમણે કહ્યું કે હું આવી કોઈ જ વાતો પર પોતાનું રિએક્શન આપવા માગતો નથી. આવી વાતોને તમે રોકી શકવાના નથી. આ માત્ર કલ્પનાનો એક હિસ્સો છે. શ્રીદેવીના મોત પછી બોની કપૂર તૂટી ગયા છે અને તેઓ એક શૉમાં પણ ભાવુક થઈ ગયા હતા.

આ પણ વાંચો:   બાળકોની આંખોમાં મરચું નાખીને ભીખ માગવા મજબૂર કરાતા, અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાંચે કર્યો પદાફાર્શ

શ્રીદેવીના મોતને લઈને તપાસ દૂબઈ પોલીસના અધિકારીઓની હાથમાં હતી. દૂબઈ પોલીસ દ્વારા તપાસ તો કરવામાં આવી પણ કોઈ વિશેષ પૂરાવા મળી શક્યા નહોતા. આના લીધે આ ઘટનાને એક અકસ્માત ગણી દેવાઈ હતી. હવે કેરળના ડીજીપીના નિવેદનથી એક નવો વિવાદ સામે આવ્યો છે.

FB Comments

TV9 Webdesk11

Read Previous

બાળકોની આંખોમાં મરચું નાખીને ભીખ માગવા મજબૂર કરાતા, અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાંચે કર્યો પદાફાર્શ

Read Next

ફરી ચીનની અવળચંડાઈ! ભારતના વિસ્તારમાં 6-7 કિલોમીટર સુધી સેનાએ કરી ઘૂસણખોરી

WhatsApp પર સમાચાર