શ્રીલંકા સામેની મેચમાં રોહિત શર્મા આ 3 વિશ્વ કપ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે

ભારત આજે શ્રીલંકા સામે વિશ્વ કપમાં લીગની છેલ્લી મેચ હેડિગ્લે મેદાન પર રમશે. ભારતીય ટીમ પહેલા જ વિશ્વ કપ 2019ની સેમિફાઈનલમાં જગ્યા બનાવી ચૂકી છે. જ્યારે શ્રીલંકા છેલ્લા 4 સ્થાનોની રેસમાંથી બાહર છે.

આ મેચના પરિણામથી કોઈ પ્રભાવ નહી પડે પણ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચવા માટે પરિણામ જરૂર જાણી શકાશે. ત્યારે ભારતના ઓપનિંગ બેટસમેન રોહિત શર્મા આ મેચમાં 3 વિશ્વ કપ રેકૉર્ડ તેમના નામે કરી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આ છે ભારતીય ટીમના TOP 5 'દાનવીર' ક્રિકેટર્સ, નંબર-2 પર આવનાર ક્રિકેટરનું નામ જાણી ચોંકી જશો, ભારતીય સૈનિકોના પરિવારોની ઉપાડી છે જવાબદારી

રોહિત શર્મા આ ત્રણ રેકૉર્ડ તોડી શકે છે.

1. રોહિત શર્માના નામે કોઈ એક વિશ્વ કપમાં સૌથી વધારે સદી ફટકારવાનો રેકૉર્ડ થઈ શકે છે. તે 2019 વિશ્વ કપની 7 મેચમાં 4 સદી ફટકારી ચૂક્યા છે. વધુ એક સદી ફટકારીને તે આ રેકૉર્ડ પોતાને નામ કરી શકે છે. 2015 વિશ્વ કપમાં શ્રીલંકાના કુમાર સંગાકારાએ પણ 7 મેચમાં 4 સદી ફટકારી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ઈન્દિરા ગાંધી બાદ આ પદ મેળવનારા પ્રથમ મહિલા નેતા હતા સુષમા સ્વરાજ

 

 

2. એક વિશ્વ કપમાં સૌથી વધારે રન બનાવવાનો રેકૉર્ડ સચિન તેંડુલકરના નામે છે. 2003 વિશ્વ કપમાં તેમને 673 રન બનાવ્યા હતા. ત્યારે ભારતીય ટીમને હજી 2 મેચ રમવાની છે અને રોહિત શર્માની પાસે આ રેકૉર્ડને તોડવાની તક છે. હાલમાં શર્માના 544 રન છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

3. 2003 વિશ્વ કપના ગ્રૃપ સ્ટેજમાં સચિને 9 મેચમાં 586 રન બનાવ્યા હતા. રોહિત અત્યાર સુધી 7 મેચમાં 544 બનાવી ચૂક્યા છે. શ્રીલંકાની સામે છેલ્લી મેચમાં રોહિત શર્મા આ રેકોર્ડ તોડી શકે છે.

READ  કોરોના વાયરસના ખતરાને લઈ BCCIનો મહત્વનો નિર્ણય, IPL 15 એપ્રિલ સુધી મુલતવી રાખી

[yop_poll id=”1″]

ઉલ્લેખનીય છે કે રોહિત શર્માએ વન-ડે ક્રિકેટમાં તેમનો સૌથી વધુ સ્કોર 264 રન શ્રીલંકાની સામે જ બનાવ્યા હતા. ત્યારે 2017માં મોહાલીના મેદાન પર શ્રીલંકાની સામે 208 રનની ઈનિંગ રમી હતી અને કોઈ એક ટીમની સામે બે ડબલ સદી ફટકારનારા એકમાત્ર ખેલાડી બની ગયા.

 

Top 9 Business News Of The Day : 29-03-2020 | Tv9GujaratiNews

FB Comments