શ્રીનગરમાં આતંકીઓએ ગ્રેનેડથી કર્યો હુમલો, 1નું મોત 15 લોકો ઘાયલ

જમ્મૂ-કાશ્મીરના શ્રીનગરમાં લાલ ચોકની પાસે આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ આ હુમલામાં એક સ્ટ્રીટ વેન્ડરનું મોત થયું છે. અન્ય 14 લોકો ઘાયલ થયા છે. જેમાં ઘણા લોકોની હાલત ગંભીર છે.

આ હુમલો શ્રીનગરના મૌલાના આઝાદ રોડ સ્થિત ગોનીખાન માર્કેટમાં થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો છે. એક સર્ચ ઓપરેશન લોન્ચ કરી ગ્રેનેડ ફેંકવાવાળાની તપાસ કરવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની નારાજગી બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિરુદ્ધના સૂર ઉઠ્યા

શ્રીનગરમાં 12 ઓક્ટોબરે પણ આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. ત્યારે હરિસિંહ હાઈ સ્ટ્રીટમાં તે સમયે હુમલો કર્યો, જ્યારે ખરીદી માટે લોકોની ભીડ લાગેલી હતી. તે હુમલામાં ઓછામાં ઓછા 11 નાગરિક ઘાયલ થયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

5 ઓગસ્ટે કલમ 370 નાબૂદ કર્યા પછી આતંકીઓ ગભરાયેલા છે. આતંકીઓ ત્યાંના દુકાનદારો, ટ્રાન્સપોર્ટ સંચાલકો અને અન્ય વ્યવસાયિક લોકોને કામ ન કરવાની ધમકી આપે છે.

READ  જમ્મૂ-કાશ્મીર પોલીસે લશ્કર-એ-તોયબાના 8 આતંકવાદીઓની કરી ધરપકડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Ahmedabad : Old age homes strictly follow Social Distancing and all appeals made by PM Modi

FB Comments